Home /News /national-international /

અમેઠી બેઠકનું ગણિત: સ્મૃતિ ઈરાની V/s રાહુલ ગાંધી, કોણ જીતશે?

અમેઠી બેઠકનું ગણિત: સ્મૃતિ ઈરાની V/s રાહુલ ગાંધી, કોણ જીતશે?

અમેઠી સંસદીય સીટોને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 ઉપચૂંટણી થઈ. જેમાંથી કોંગ્રેસ 16 વખત જીત નોંધાવી ચુકી છે.

અમેઠી સંસદીય સીટોને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 ઉપચૂંટણી થઈ. જેમાંથી કોંગ્રેસ 16 વખત જીત નોંધાવી ચુકી છે.

    2014ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ યૂપીની હાઈ પ્રોફાઈલ અમેઠી સીટ પર મુકાબલો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે થશે. બીજેપીએ ગુરૂવારે સાંજે યૂપીની 28 બેઠકો માટે ઉમેદવારોનું પહેલુ લીસ્ટ જાહેર કરી દીધુ છે. આ લિસ્ટમાં સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

    તમને જણાવી દઈએ કે, 2014માં કોંગ્રેસના ગઢ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જબરદસ્ત ટક્કર આપી હતી અને તેમના જીતના અંતરને ઓછુ કરી દીધુ હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને 4,08,651 વોટ મળ્યા હતા. જ્યારે બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 3,00,074 મત મળ્યા હતા. આ રીતે જીતનું અંતર 1,07,000 મતનું જ રહ્યું હતું. જ્યારે 2009માં કોંગ્રેસ અધ્યક્ષની જીતનું અંતર 3,50,000થી પણ વધારે રહ્યું હતું.

    ગત પાંચ વર્ષમાં બીજેપીએ રાહુલ ગાંધીને અમેઠીમાં ઘેરવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે. હારવા છતા સ્મૃતિ ઈરાની વારંવાર અમેઠીનો પ્રવાસ કરતી રહી અને પોતાને અમેઠીની દીકરી ગણાવતી રહી. સ્મૃતિ ઈરાનીએ અહીં કેટલીએ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. આ સિવાય અમેઠીનું એવું પણ કહેવું છે કે, તેમના કારણે રાહુલ ગાંધી અમેઠી આવવા લાગ્યા, નહીં તો તે પાંચ વર્ષમાં એક વકત ચૂંટણી સમયે જ અહીં આવતા હતા.

    અમેઠી લોકસભા સીટ હેઠળ પાંચ વિધાનસભા સીટો આવે છે. આમાં અમેઠી જીલ્લાની તિલોઈ, જગદીશપુર, અમેઠી અને ગૌરીગંજ સીટો સામેલ છે. જ્યારે રાયબરેલી જીલ્લાની સલોન વિધાનસભા સીટ આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 5 સીટોમાંથી 4 સીટો પર બીજેપી અને માત્ર એક સીટ પર એસપીને જીત મળી હતી. જોકે, સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તો પણ જીતી શક્યા ન હતા. સપાએ તો ગૌરીગંજ સીટ જીતી લીધી હતી, પરંતુ કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી.

    અમેઠી સંસદીય સીટોને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર અત્યાર સુધીમાં 16 લોકસભા ચૂંટણી અને 2 ઉપચૂંટણી થઈ. જેમાંથી કોંગ્રેસ 16 વખત જીત નોંધાવી ચુકી છે. જ્યારે 1977માં લોકદળ અને 1998માં બીજેપીને જીત મળી હતી. જ્યારે બસપા અને સપા આ બેઠક પર પોતાનું ખાતુ પણ નથી ખોલાવી શક્યા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, Loksabha election 2019, અમેઠી`, રાહુલ ગાંધી

    આગામી સમાચાર