વોશિંગ્ટનઃ અમેરિકામાં એક મહિલાને આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS)ની મહિલા વિંગને ચલાવવાના આરોપમાં 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ન્યુઝ એજન્સી AFPના એક રિપોર્ટ મુજબ મંગળવારે એક અમેરિકાની કોર્ટે મહિલાને ઈસ્લામમાં પરિવર્તિત થઈને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટની એક મહિલા સૈન્ય બટાલિયનનું નેતૃત્વ કરવામાં દોષિત ઠેરવવામાં આવી છે. 42 વર્ષીય મહિલા અલિસન ફ્લૂક-એકરેનને અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ લિયોની બ્રિંકેમાએ આતંકી આરોપમાં દોષિત ઠેરવીને અધિકતમ સજા સંભળાવી છે.
યુવા છોકરીઓને ઈસ્લામિક સ્ટેટ માટે આપતી હતી ટ્રેનિંગ
અમેરિકાની અટોર્ની રાજ પારેખનું કહેવું છે કે આઠ વર્ષથી વધુ સમયથી ફ્લૂક-અકરેન લીબિયા, ઈરાક અને સીરિયામાં યુદ્ધ ક્ષેત્રોમાં ISની મહિલા બટાલિયનને ચલાવી રહી હતી. તે મહિલાઓ અને યુવા છોકરીઓને ઈસ્લામિક સ્ટેટ માટે હુમલો કરવાની ટ્રેનિંગ આપવાનું કામ કરતી હતી. મહિલાને સજા સંભળાવતા જિલ્લા ન્યાયાધીશ લિયોની બ્રિંકેમાએ કહ્યું તમે એક ખૂબ જ બુદ્ધિમાન મહિલા છો. ન્યાયાધીશે કહ્યું એ બાબતમાં કોઈ શંકા નથી કે તમે કોઈ આતંકી સંગઠનને ભૌતિક સહાયતા પ્રદાન કરી રહ્યાં હતા.
અમેરિકાના અર્ટોની રાજ પારેખના જણાવ્ય અનુસાર મહિલા થોડા જ દિવસોમાં ઈસ્લામિક સ્ટેટમાં પોતાનો સારો એવો હોલ્ડ રાખવા લાગી હતી. તે યુવા છોકરીઓને બ્રેનવોશ અને તેમને મારવા માટે ટ્રેનિંગ આપી રહી હતી. મહિલાની વિરુદ્ધ તેમની પુત્રીએ નિવેદન આપ્યું છે. આરોપીની પુત્રી લેયલા એકરેનની માત્ર 13 વર્ષની ઉંમરમાં એક IS છોકરા સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. લોયલાએ કહ્યું કે તેની માતા નિયંત્રણ અને સત્તાની લાલચાથી પ્રેરિત હતી.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર