બે વર્ષ સુધી છોડને પાણી આપતી રહી, જ્યારે છોડની હકીકત સામે આવી તો મહિલાના હોશ ઉડી ગયા

બે વર્ષ સુધી છોડને પાણી આપતી રહી, જ્યારે છોડની હકીકત સામે આવી તો મહિલાના હોશ ઉડી ગયા
ફોટો (ફેસબુક)

આ મહિલા સાથે જે ઘટના બની તે જાણી તમે પણ પેટ પકડી હસ્યા વગર નહીં રહી શકો

 • Share this:
  વોશિંગ્ટન : કેટલાક લોકોને ફૂલ-છોડ લગાવવાનો શોખ હોય છે. લોકો જાત-જાતના ફૂલ-છોડ ઘર આંગણે બગીચામાં લગાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ત્યારે કેવું થાય જ્યારે તમે કોઈ છોડને ફૂલનો છોડ સમજી રોજ પાણી પીવડાવતા રહો અને તે કઈંક અલગ જ નીકળે તો. આવી જ ઘટના અમેરિકામાં એક મહિલા સાથે બની છે, જેનું નામ કેલી ચેપમેન છે. આ મહિલા પાસે એકદમ સુંદર છોડ હતો, જેની તે ખૂબ જ પ્યારથી સાર સંભાળ કરતી રહી. પરંતુ, આ છોડની સચ્ચાઈ તો કઈંક અલગ જ હતી.

  ડેલી સ્ટારના એક સમાચાર અનુસાર, એક દિવસ મહિલાને ખબર પડી કે, તે જે છોડની બે વર્ષથી પ્રેમથી દેખભાળ કરી રહી છે તે અસલમાં પ્લાસ્ટિકનો બનેલો છે. તેના માટે છોડની સચ્ચાઈ સ્વિકાર કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. પરંતુ આ જાણ્યા બાદ મહિલાના ચોંકી ઉઠી. અને તે આ ઘટના વિશે પોતાના ફેસબુક પર પૂરી કહાનીની પોસ્ટ શેર કરી. આ સાથે તેણે છઓડની તસવીર પણ શેર કરી છે.  રોજ આપતી હતી પાણી

  કેલીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, છેલ્લા બે વર્ષથી મારી પાસે આ છોડ હતો, જે મને ખુબ જ પસંદ હતો. આ લીલાછમ છોડને મે રસોડાની બારીમાં રાખ્યો હતો અને રોજ તેને પાણી આપતી હતી. જો મારા સિવાય કોઈ છોડને પાણી આપે તો હું ગુસ્સે થઈ જતી હતી. પરંતુ એક દિવસ મને ખબર પડી કે, તે અસલી નથી, પરંતુ પ્લાસ્ટિકનો છે તો મને ખૂબ જ દુખ થયું કે મારા બે વર્ષ વ્યર્થ ગયા. (https://www.facebook.com/caelie.chapman.5/posts/190559855547244)

  બે વર્ષ સુધી છોડને પ્રેમ કર્યો

  મહિલાએ આગળ લખ્યું કે, એક દિવસ હું આ છોડ માટે નવું કુંડુ લઈ આવી. પરંતુ જ્યારે જુના કુંડામાંથી તેનો બહાર કાઢ્યો તો હું ચોંકી ઉઠી. મને ખબર પડી કે, આ તો નકલી છે. કેલી આગળ લખે છે કે, મે બે વર્ષ સુધી આ છોડને પ્રેમથી સાચવ્યો અને તેની દેખભાળ કરી હતી.
  Published by:kiran mehta
  First published:June 26, 2020, 17:24 pm