ન્યૂયોર્ક. અમેરિકા (America)માં એક આશ્ચર્યમાં મૂકનારો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય એક યુવતીને યૌન ઉત્પીડન (Physical Assault)ની દોષી ઠેરવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બ્રિટની ગ્રે નામની યુવતીએ 14 વર્ષના કિશોર સાથે શારીરિક સંબંધ (Physical Relationship) બાંધ્યા હતા. યુવતીની ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ મામલો કોર્ટ પહોંચ્યો, જ્યાં આ યુવતીનું સમગ્ર રહસ્ય છતું થઈ ગયું.
આ સમગ્ર મામલો ગયા વર્ષનો છે. અમેરિકાના અરકેંસાસમાં પોલીસને એક બાળ શોષણ હોટલાઇનથી સૂચના મળી કે 23 વર્ષીય એક યુવતીના સંબંધ 14 વર્ષના સગીર સાથે છે. પોલીસને સૌથી પહેલા તેની માહિતી 28 સપ્ટેમ્બરે આપવામાં આવી. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે આ યુવતીને લઈને વધુ માહિતી સામે આવી. કહેવામાં આવ્યું કે બ્રિટની તે સગીરનું છેલ્લા એક વર્ષથી શોષણ કરી રહી છે. ત્યારબાદ પોલીસે એક જાસૂસની મદદથી યુવતીને રંગે હાથ પકડી લીધી.
જાસૂસ રોન્ડા થોમસે કોર્ટને જણાવ્યું કે તેમની પાસે તે યુવતીનો મેડિકલ રિપોર્ટ પણ છે. તેમાં લખ્યું છે કે તે ગર્ભવતી છે. કોર્ટના દસ્તાવેજમાં લખ્યું છે કે તે હૉસ્પિટલના વીડિયો ફુટેજ પણ છે, જેમાં તે યુવતી ચેક-અપ કરાવવા માટે ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવતી અને 14 વર્ષના સગીર કિશોર બંને એક હૉસ્પિટલમાં પ્રવેશ કરી રહય્ા છે. પહેલી માર્ચે આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી. હાલ તેને શું સજા આપવી તેનો નિર્ણય કોર્ટે લીધો નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર