Home /News /national-international /ગજબનો શોખ: કબર પર લખેલી રેસિપીમાંથી સ્વાદિષ્ટ પકવાન બનાવે છે આ મહિલા, મરેલા લોકોની પસંદ જાણી મળે છે આનંદ

ગજબનો શોખ: કબર પર લખેલી રેસિપીમાંથી સ્વાદિષ્ટ પકવાન બનાવે છે આ મહિલા, મરેલા લોકોની પસંદ જાણી મળે છે આનંદ

કબર પર લખેલી રેસિપીમાંથી બનાવે છે સ્વાદિષ્ટ પકવાન (Liz Valette/Facebook)

જ્યારે માણસ મરી જાય છે, તો તેને કોઈ ધર્મમાં દફનાવવામાં આવે છે, તો વળી કોઈ ધર્મમાં તેને અગ્નિદાહ આપવામાં આવે છે. જે ધર્મમાં દફનાવવામાં આવે છે, તેના પર કબર બનાવામાં આવે છે. જેના પર પથ્થર લગાવીને તે વ્યક્તિ વિશેની વિગતો લખવામાં આવે છે.

વધુ જુઓ ...
જ્યારે માણસ મરી જાય છે, તો તેને કોઈ ધર્મમાં દફનાવવામાં આવે છે, તો વળી કોઈ ધર્મમાં તેને અગ્નિદાહ આપવામાં આવે છે. જે ધર્મમાં દફનાવવામાં આવે છે, તેના પર કબર બનાવામાં આવે છે. જેના પર પથ્થર લગાવીને તે વ્યક્તિ વિશેની વિગતો લખવામાં આવે છે. જેમાં અમુક પોઝિટિવ વાતો પણ લખેલી હોય છે. એટલું જ નહીં અમુક સગાસંબંધીઓ તો મરેલી વ્યક્તિની પસંદગીની રેસિપી પણ ત્યાં લખી નાખતા હોય છે. જેનાથી કોઈ તેને વાંચે અને તેવું જમવાનું બનાવે. તેમનું માનવું હોય છે કે, સ્વાદની રીતે પણ, પણ લોકો મરેલાને યાદ તો કરશે.

કબર પર લખેલી રેસિપી એક મહિલાને એટલી પસંદ આવી કે, તે હવે એવી કબર શોધતી ફરે છે, જેના પર રેસિપી લખેલી હોય અને તે તેના ઘરે જઈને બનાવે. ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, 33 વર્ષની રોઝી ગ્રાંટ નામની મહિલા એક વર્ષ પહેલા સુધી મેરીલેન્ડ યુનિવર્સિટીની લાયબ્રેરી ભણતી હતી અને કોંગ્રેસન કબ્રસ્તાનના અર્કાઈવ વિભાગમાં ઈન્ટર્નશિપ કરતી હતી. તેણે ટિકટોક પર એક ચેનલ શરુ કરી અને પોતાના અભ્યાસ સાથે જોડાયેલ ફેક્ટ્સની જાણકારી લોકોને આપવા લાગી. તે સમયે તેને પહેલી વાર એવી કબર મળી, જેના પર દિવંગત વ્યક્તિના ફેવરિટ વ્યંજનની રેસિપી લખેલી હતી.

 american woman cook food from recipes engraved

કબર પર લખેલા પકવાન બનાવે છે રોઝી


તે સ્પ્રિ્ઝ કુકીઝની રેસિપી હતી, જેમાં બનાવાની વિધિ લખેલી હતી. ફક્ત સામગ્રીની જાણકારી હતી. જેમ તેમ કરીને રોઝીએ તેને બનાવી લીધી અને તે તેને એટલી સ્વાદિષ્ટ લાગી કે છેલ્લા એક વર્ષથી તે આવી કબર શોધી રહી છે, જેના પર રેસિપી લખેલી હોય, રોઝીએ કહ્યું કે, આ પકવાન બનાવાથી તેને મોતનો એક અલગ જ ચહેરો નજરે પડે છે. અને એ તે છે કે, ખાવાથી પણ મરેલા લોકોને યાદ કરી શકાય છે.

અત્યાર સુધીમાં બનાવી ચુકી છે 12-13 રેસિપી


ઉટાહના કબ્રસ્તાનમાં રોઝીને ફઝ બનાવાની રેસિપી મળી હતી, જે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. અમેરિકા જ નહીં, તેને ઈઝરાયલમાં એક શખ્સની કબર પર નટ રોલ્સ બનાવાની રેસિપી મળી હતી. તેણે અત્યાર સુધીમાં 12-13 રેસિલી બનાવી લીધી છે અને તેને ટિકટોક પર પોસ્ટ કરે છે. તેણે કહ્યું કે, જ્યારે તે મરેલા લોકોની પરફેક્ટ રેસિપીથી ખાવાનું બનાવીને ખાય છે, તો તેને અલગ જ અનુભવ થાય છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો