Home /News /national-international /

પ્રચંડ જીત બાદ TIME પણ થયું મોદીનું ફેન, લખ્યું- આપે ભારતને એકજૂથ કર્યુ

પ્રચંડ જીત બાદ TIME પણ થયું મોદીનું ફેન, લખ્યું- આપે ભારતને એકજૂથ કર્યુ

નરેન્દ્ર મોદી (PTI)

નરેન્દ્ર મોદીએ દેશમાં જાતિ અને ધર્મની ખીણ ઓછી કરી દીધી- ટાઇમ મૅગઝીન

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી અને ભાજપની પ્રચંડ જીત બાદ અમેરિકાના પ્રતિષ્ઠિત મૅગઝીન 'ટાઇમે' (TIME) પોતાના સૂર બદલી દીધા છે. ટાઈમે હવે મોદીના પેટ ભરીને વખાણ કર્યા છે. મૅગઝીને પોતાની તાજેતરની એડિશનમાં નરેન્દ્ર મોદી પર એક લાંબો આર્ટિકલ લખ્યો છે. તેમાં મોદીના વખાણ કરતાં લખ્યું છે કે આપે ભારતને એકજૂથ કર્યુ. દેશમાં જાતિ અને ધર્મની ખીણ ઓછી કરી દીધી. ટાઇમે લખ્યું કે, પીએમ મોદીએ જે રીતે દેશને સંગઠિત કરી છે, તે બીજા કોઈ પીએમ દાયકાઓમાં ન કરી શકતા.

  મોદી દેશને જોડનારા વડાપ્રધાન

  મૅગઝીને લખ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં ભારતમાં 600 મિલિયનથી વધુ મતદારોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ મતદારોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપને એક પ્રચંડ જીત મળી, પરંતુ આ ચૂંટણી કોઈ ઔપચારિકતા નહોતી. આકરી ટીકા બાદ પણ મોદીએ જે રીતે ભારતીય મતદારોને સંગઠિત કર્યા, તે છેલ્લા પાંચ દાયકામાં બીજા કોઈ પીએમ નથી કરી શક્યા.

  ટાઈમ મૅગઝીન મુજબ, છેલ્લી વાર વર્ષ 1971માં કોઈ ભારતીય પીએમ ફરી ચૂંટાઈ શકયા હતા. પીએમ મોદીના ગઠબંધનમાં 50 ટકાથી થોડીક જ ઓછી રાષ્ટ્રીય મત મેળવવામાં સફળતા મળી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની આગેવાનીમાં ભાજપે હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં 305 સીટો જીતી છે. બીજી તરફ, એનડીએ ગઠબંધનને ચૂંટણીમાં 352 સીટો મળી છે.


  આર્ટિકલ ક્યારે લખવામાં આવ્યો છે?

  મોદી પર લખવામાં આવેલો આર્ટિકલ ટાઇમની વેબસાઇટ પર મંગળવારે પ્રકાશિત થયો છે. તેમાં એક સવાલ પૂછવામાં આવ્યો છે કે, કેવી રીતે આ કથિત વિભાજનકારી વ્યક્તિ સત્તામાં કાયમ રહી શકી છે, પરંતુ તેનું સમર્થન વધુ મજબૂત થઈ ગયું છે? આ સવાલના જવાબમાં લેખમાં કહેવામાં આવ્યું છે કે, એક મુખ્ય કારણ એ રહ્યું છે કે મોદી ભારતની સૌથી મોટું દૂષણ જાતીવાદી ભેદભાવને પાર કરવામાં સફળ રહ્યા છે. આ આર્ટિકલના લેખક મનોજ લાડવાએ મોદીની એકજૂથતાના સૂત્રધાર તરીકે ઉભરવાનો શ્રેય તેમનું પછાત જાતિમાં જન્મ લેવાને આપ્યો છે.

  આર્ટિકલમાં શું લખ્યું છે?

  આર્ટિકલમાં લાડવાએ લખ્યું છે કે, નરેન્દ્ર મોદીનો જન્મ ભારતના સૌથી વંચિત સામાજિક સમૂહોમાંથી એકમાં થયો હતો. બિલકુલ શિખર પર પહોંચતા, તેઓ આકાંક્ષાપૂર્ણ કામદાર વર્ગના પ્રતિબિંબિત કરે છે એન પોતાના દેશના સૌથી ગરીબ નાગરિકોના રુપમાં પોતાની ઓળખ રજૂ કરે છે., જેમ કે આઝાદી બાદ 72 વર્ષોમાં સૌથી વધુ સમય ભારતની સત્તા પર રહેનારા નહેરુ-ગાંધી રાજકીય વંશ ક્યારેય ન કરી શકતો.

  આ પણ વાંચો, વારાણસીમાં થઈ શકે છે જિનપિંગ-મોદીની મુલાકાત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે વાત

  ઈન્દિરા ગાંધીનો કર્યો ઉલ્લેખ

  તેઓએ 1971માં ઈન્દિરા ગાંધીને મળેલી ભારતની જીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પરંતુ, તેમના પહેલા કાર્યકાળનો પૂરા સમય દરમિયાન અને તેમની આ વખતની ચૂંટણી દોડ દરમિયાન મોદીની નીતિઓની વિરુદ્ધ આકરી અને અનેકવાર અયોગ્ય ટીકાઓ છતાંય, છેલ્લા પાંચ દાયકાઓમાં કોઈ પણ વડાપ્રધાન ભારતના મતદારોને આટલા એકજૂથ નથી કરી શક્યત, જેટલા તેઓએ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લાડવા ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ પ્રકાશિત કરનારી બ્રિટનની મીડિયા કંપની ઈન્ડિયા ઇન્કાના સંસ્થાપક એન મુખ્ય કારોબારી અધિકારી (સીઈઓ) છે.

  અગાઉના આર્ટિકલ પર થયો હતો વિવાદ

  આ આર્ટિકલ પહેલા ટાઇમમાં પ્રકાશિત થયેલા આતિશ તાસીરના આર્ટિકલ પર ઘણો વિવાદ થયો હતો. ચૂંટણી દરમિયાન આ આર્ટિકલનો ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના વિરોધીઓ દ્વારા ખૂબ ઉપયોગ કર્યો. મોદીના ટીકાકારોએ તેને એક વૈશ્વિક મીડિયા પાવરહાઉસ દ્વારા તેમને વિભાજનધકારી રૂપે રજૂ કરવાનો કરાર કર્યુ.

  ટાઇમ મૅગઝીન વિશે

  હકીકતમાં ટાઇમ એક સંકટગ્રસ્ત મૅગઝીને છે, જેનું સ્વામિત્વ એક જ વર્ષમાં બે હાથોમાં જઈ ચૂક્યું છે. ગયા વર્ષે માર્ચમાં તેને બેટર હોમ્સ અને ગાર્ડનસ જેવા મૅગઝીન્સના પ્રકાશક મેરેડિથે ખરીદ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બરમાં તે ફરીથી વેચાયું, જ્યોર તેને સેલ્સફોર્સના સંસ્થાપક અને ટેક ઉદ્યમી માર્ક બેનિઓફ તથા તેમની પત્નીએ ખરીદ્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Magazine, Time, એનડીએ, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन