Home /News /national-international /

મોદી અને ટ્રમ્પ રિસ્ક લેવાથી ડરતા નથીઃ અમેરિકન વિદેશ મંત્રી

મોદી અને ટ્રમ્પ રિસ્ક લેવાથી ડરતા નથીઃ અમેરિકન વિદેશ મંત્રી

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

પોમ્પિયોએ મોદીને જીતના અભિનંદન આપ્યાં: વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પોમ્પિયોએ મોદીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી જીતના અભિનંદન આપ્યાં

  બે દિવસની ભારત મુલાકાતે આવેલાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાતમાં ભારતની રશિયા સાથે એસ-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા સૌદા પર વાતચીત કરી. આ દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે અમે તે જ કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે. પોમ્પિયોએ કહ્યું કે આપણી પાસે મોદી અને ટ્રમ્પ બે એવા નેતા છે, જે જરૂર પડવા પર જોખમ લેવાથી ડરતાં નથી.

  બંને વિદેશ મંત્રીઓએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન જયશંકરે પૂછ્યું કે શું અમેરિકાના કાટ્સા કાયદાની અસર ભારતના રશિયા સાથેના એસ-400 ડીલ પર પડશે. જયશંકરે કહ્યું- આપણાં અનેક દેશો સાથે સંબંધ છે. આપણી અનેક ભાગીદારી છે અને તેનો ઈતિહાસ છે. અમે તે જ કરીશું જે આપણાં દેશના હિતમાં હશે. તેનો એક ભાગ દરેક દેશની સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ પર પણ છે, જે અંતર્ગત બીજા દેશોના હિતોને પણ સમજવા અને પ્રશંસા કરવી જરૂરી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ રાજકોટમાં HIV ગ્રસ્ત કિશોરીનું પોલીસ બનવાનું સપનું પૂર્ણ થયું

  પોમ્પિયોએ મોદીને જીતના અભિનંદન આપ્યાં: વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પોમ્પિયોએ મોદીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી જીતના અભિનંદન આપ્યાં હતા. મોદીએ પોમ્પિયોને કહ્યું, "ભારત-અમેરિકાની સાથે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. અમે દ્વિપક્ષીય સંબંધોથી વેપાર, અર્થવ્યવસ્થા, ઉર્જા અને રક્ષા મજબૂત કરવા માગીએ છીએ." આ અંગે પોમ્પિયોએ વિશ્વાસ અપાવ્યો કે અમેરિકા પણ ભારતની સાથે મળીને કામ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

  મુદ્દાઓના નિવારણ માટે રસ્તાઓ હોય છે- પોમ્પિયોઃ રશિયા સાથે S-400 ડીલ અને વ્યાપારિક મુદ્દાઓ પર પોમ્પિયોએ કહ્યું કે, કોઈ પણ એવો ભાગીદાર મળ્યો નથી, જ્યાં અમારા વચ્ચે સમસ્યાના નિવારણ માટે ન રહ્યો હોય. અમે એવો પ્રયાસ કરીશું કે પોતાના દેશ માટે સુરક્ષા ઉપલ્બ્ધ કરાવી શકીએ અને એવું પણ ઈચ્છીએ છીએ કે ભારત પણ આવું કરવામાં સક્ષમ બને. અમે બન્ને મુદ્દાઓને વાસ્તિવક તકની રીતે જોઈ રહ્યાં છીએ અને હું જાણું છું કે અમે સાથે કામ કરી શકીએ છીએ. સાથે જ સંબંધોનો પાયો પણ નાખી શકીએ છીએ .

  પોમ્પિયોએ ડોભાલ સાથે પણ મુલાકાત કરીઃ પોમ્પિયોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પોમ્પિયઓએ H1-B વિઝા, રશિયાથી ભારતના S-400 મિસાઈલ સોદા સહિત બન્ને દેશો વચ્ચે ટ્રેડ વોર અંગે પણ ચર્ચા કરી.

  જી-20 શિખલ સંમેલનમાં થશે મોદી-ટ્રમ્પની મુલાકાતઃ પોમ્પિયો ભારત યાત્રા દરમિયાન જયશંકર સાથે જાપાનના ઓસાકામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થનારી દ્વીપક્ષીય મુલાકાતના એજન્ડા વિશે પણ વાત કરશે. મોદી અને ટ્રમ્પ 28-29 જૂને જી-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે જાપાનના ઓસાકા જશે. આ દરમિયાન જયશંકર અને પોમ્પિયો પણ બેઠકમાં હાજર રહેશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन