Home /News /national-international /આજે અમારુ દિલ ભારતના લોકો સાથે છે: મોરબી પુલ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને સંવેદના વ્યક્ત કરી

આજે અમારુ દિલ ભારતના લોકો સાથે છે: મોરબી પુલ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ જો બાઈડને મોરબી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સોમવારે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

    નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સોમવારે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. એક સદીથી પણ વધારે જૂના પુલના રિનોવેશન બાદ ફક્ત પાંચ દિવસ પહેલા જ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, રવિવાર સાંજે પુલ પર મર્યાદા કરતા વધારે લોકો પસાર થતાં આ પુલ તૂટી ગયો અને આ દુર્ઘટનામાં 130થી પણ વધારે લોકોના મોત થઈ ગયા. ત્યારે હવે આ દુર્ઘટનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું છે કે, આજે અમારુ દિલ ભારતની સાથે છે. જિલ અને હુ ગુજરાતના લોકોના શોકમાં તેમની સાથે છીએ અને તેમના પરિવારો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ, જેમના પ્રિયજનો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

    આ પણ વાંચો:  વડાપ્રધાન મોદી આજે આવશે મોરબી, પીડિત પરિવારો સાથે કરશે મુલાકાત

    તેમણે આગળ કહ્યું કે, અમેરિકા અને ભારત અપરિહાર્ય ભાગીદાર છે. અમારો નાગરિકોની વચ્ચે ગાઢ સંબંધ છએ. આ કપરા સમયમાં અમે ભારતીયો સાથે ઊભા છીએ અને તેમનું સમર્થન કરતા રહીશું. પ્રધાનમંત્રી મોદીએ દરેક મૃતક પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયા અને દરેક ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તો ગુજરાત સરકારે પણ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


    ગુજરાત સરકાર તરફથી મોરબી પુલ દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે. આ નિર્ણય આપદા બાદની સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. રવિવારે સાંજે મચ્છુ નદી પર બનેલા કેબલ પુલ તૂટતા 134 લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કર્યું છે. ગુજરાત સરકારે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક મનાવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઝુકેલો રહેશે અને સત્તાવાર કાર્યક્રમો થશે નહીં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jo Biden, Morbi bridge collapse

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन