ષડયંત્ર! ચીનમાં રહસ્યમય બીમારીથી પડાઇ રહ્યા છે અમેરિકન અધિકારીઓ

News18 Gujarati
Updated: October 22, 2020, 6:18 PM IST
ષડયંત્ર! ચીનમાં રહસ્યમય બીમારીથી પડાઇ રહ્યા છે અમેરિકન અધિકારીઓ
પ્રતિકાત્મક તસવીર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લેનજી આવી મુશ્કેલીનો સામનો કરનાર પહેલા અમેરિકી અધિકારી નથી. વર્ષ 2018થી લઇને અત્યાર સુધી તેવા ડઝનબંધ અધિકારીઓ છે જેમને ચીનમાં રહીને આવી અજીબ બિમારીનો શિકાર થયા હોય.

  • Share this:
કોરોના મહામારી (Covid 19 Pandemic)ને લઇને ચીન અને અમેરિકામાં તણાવ પૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી રાજદ્વારીઓને લઇને અજીબોગરીબ ખબર સામે આવી રહી છે. ધ ન્યૂયોર્ક ટાઇમમાં છપાયેલી એક ખબર મુજબ આ ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીનમાં હાજર અમેરિકી રાજદ્વારીઓને કોઇ રહસ્યમયી બીમારી થઇ રહી છે. કોઇને યાદશક્તિ જતી રહી છે તો કોઇના નાકમાંથી લોહી નકળી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના ગ્વાંગ્ઝૂમાં અમેરિકી વિદેશ વિભાગમાં કાર્યરત માર્ક લેનજી અને તેમની પત્ની અને બાળકો સાથે એક રાતે અજીબ ઘટના થઇ. લેનજી રાતે સુઇ રહ્યા હતા અને અચાનક જ તેમને જોરદાર માથાનો દુખાવો થયો. આ રાતે તેમના બાળકોના નાકમાંથી લોહી વહેવાનું શરૂ થયું. શરૂઆતમાં લેનજીને લાગ્યું કે આવું પ્રદૂષણના કારણે થઇ રહ્યું છે પણ થોડા સમય પછી તેમની યાદશક્તિ ઓછી થવા લાગી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લેનજી આવી મુશ્કેલીનો સામનો કરનાર પહેલા અમેરિકી અધિકારી નથી. વર્ષ 2018થી લઇને અત્યાર સુધી તેવા ડઝનબંધ અધિકારીઓ છે જેમને ચીનમાં રહીને આવી અજીબ બિમારીનો શિકાર થયા હોય. ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસન આ વાતને ગંભીરતાપૂર્વક લઇ રહી છે. તેમનું કહેવું છે કે ખાલી ચીન જ નહીં રશિયા અને ક્યૂબામાં પણ અધિકારીઓ આ રીતની રહસ્યમયી બિમારીનો શિકાર થઇ રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2017માં ક્યૂબામાં લગભગ 20 અમેરિકા અધિકારીઓને આ રીતની બિમારી થઇ હતી.

વધુ વાંચો : રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખી PM મોદી માટે કવિતા, મોંઘવારી અને ખેડૂત મુદ્દા પર કહી આ વાત

જો કે ચીન તરફથી આ મામલે કોઇ અધિકૃત નિવેદન નથી આવ્યું. સામાન્ય રીતે ચીન આવા આરોપો કરવા પર તરત પ્રતિક્રિયા કરે છે. જો કે આ મામલે તેની તરફથી મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા અધિકારીઓએ આવી બીમારીને ષડયંત્ર કહી રહ્યા છે. અને દાવો કરી રહ્યા છે આ બધા પાછળ ચીન જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રંપ ફરીથી ચૂંટાઇને આવે તેવી પૂરી સંભાવના છે. ત્યારે ટ્રંપ પ્રશાસન ચીન વિવાદને વધારે હવા પણ આપી રહ્યા છે. અને તેમના ચૂંટણી પ્રચારમાં ચીન જોરશોરથી મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading