ષડયંત્ર! ચીનમાં અમેરિકન અધિકારીઓને થઈ રહી રહસ્યમય બીમારીઓ, કોઈની યાદશક્તિ ગઈ તો કોઈને નાકમાં લોહી નીકળે છે

ષડયંત્ર! ચીનમાં અમેરિકન અધિકારીઓને થઈ રહી રહસ્યમય બીમારીઓ, કોઈની યાદશક્તિ ગઈ તો કોઈને નાકમાં લોહી નીકળે છે
પ્રતિકાત્મક તસવીર

એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ચીનમાં કામ કરી રહેલા અમેરિકન અધિકીરીઓને રહસ્યમય બીમારીઓએ પોતાની ચપેટમાં લઈ લીધા છે.

 • Share this:
  નવી દિલ્હી: કોરોના મહામારીને લઈ ચીન અને અમેરિકામાં વધતા તણાવ વચ્ચે ચીનમાં કામ કરી રહેલા અમેરિકન અધિકારીઓને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ચીનમાં કામ કરી રહેલા અમેરિકન અધિકીરીઓને રહસ્યમય બીમારીઓએ પોતાની ચપેટમાં લઈ લીધા છે. કોઈની યાદશક્તિ જતી રહી છે તો, કોઈના નાકમાંથી લોહી વહી રહ્યું છે.

  ગ્વાંગ્ઝૂમાં ફરજ નિભાવી રહેલા માર્ક લેનજી ગુમાવી રહ્યા યાદશક્તિ


  રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે, ચીનના ગ્વાંગ્ઝૂમાં અમેરિકન વિદેશ વિભાગમાં કાર્યરત માર્ક લેનજી અને તેમની પત્ની-બાળકો સાથે એક રાત્રે વિચિત્ર ઘટના બની. લેનજી એક રાત્રે ઊંઘમાં જાગ્યા અને તેમને માથામાં અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો. તેજ દિવસે રાત્રે બાળકોના નાકમાંથી લોહી વહેવાનું પણ શરૂ તઈ ગયું છે. શરૂઆતમાં લેનજીને લાગ્યું કે, આવું પ્રદૂષણના કારણે થયું હશે, પરંતુ થોડા સમય બાદ પોતાની યાદશ્કિત નબળી થવા લાગતા હવે તે ચિંતા કરી રહ્યા છે.

  હવે રેલવે ઘરેથી સામાન લઈ જશે અને છોડી પણ જશે, જાણો - રેલવેની નવી શાનદાર સર્વિસ વિશે

  આ પણ વાંચો - હવે રેલવે ઘરેથી સામાન લઈ જશે અને છોડી પણ જશે, જાણો - રેલવેની નવી શાનદાર સર્વિસ વિશે

  લગભગ એક ડઝન અધિકારી આ પ્રકારની બીમારીનો થયા શિકાર
  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લેનજી આ મુશ્કેલીનો સામનો કરનાર પ્રથમ અમેરિકન અધિકારી નથી. વર્ષ 2018થી લઈ અત્યાર સુધીમાં લગભગ એક ડઝન અધિકારી આ રહસ્યમય બીમારીનો શિકાર થઈ ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમનું કહેવું છે કે, આ માત્ર એકલા ચીનમાં જ નથી થઈ રહ્યું. રશિયા અને ક્યૂબામાં પણ તેમના અધિકારીઓ આવી રહસ્યમય બીમારીનો શિકાર બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ક્યૂબામાં લગભગ 20 અધિકારીઓ આવી બીમારીનો શિકાર થયા હતા.

  23 મિત્રો સાથે ડેટ પર પહોંચી ગર્લફ્રેન્ડ, 2 લાખનું બિલ જોઈ ભાગી ગયો પ્રેમી

  આ પણ વાંચો - 23 મિત્રો સાથે ડેટ પર પહોંચી ગર્લફ્રેન્ડ, 2 લાખનું બિલ જોઈ ભાગી ગયો પ્રેમી

  ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી
  જોકે, ચીન તરફથી હજુ સુધી આ પ્રકારની કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. સામાન્ય રીતે ચીન આવા આરોપો પર તુરંત પ્રતિક્રિયા આપે છે. પરંતુ, હાલમાં ચીન તરપતી ચુપ્પી સાધવામાં આવી છે. અધિકારીઓને આવી બીમારીને લઈ ષડયંત્ર હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય ચે કે, અમેરિકામાં આ સમયે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર ચરમ પર છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનવા તમામ પ્રયત્ન કરી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:October 22, 2020, 17:58 pm

  ટૉપ ન્યૂઝ