Home /News /national-international /

અમેરિકાની બોર્ડરે ઘર્ષણઃ માઇગ્રન્ટ્સના પ્રવેશને અટકાવવા 5,000 પોલીસ તહેનાત

અમેરિકાની બોર્ડરે ઘર્ષણઃ માઇગ્રન્ટ્સના પ્રવેશને અટકાવવા 5,000 પોલીસ તહેનાત

  મેક્સિકો ગવર્મેન્ટે સાઉથ બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવાના હેતુથી બે બોઇંગ 727 મોકલ્યા છે. આ બોઇંગમાં ફેડરલ ઓફિસરની ટીમને મોકલવામાં આવી છે. જેથી તેઓ સેન્ટ્રલ અમેરિકા તરફથી આવતા હજારો લોકોને ઘૂસણખોરી કરતા અઠકાવી શકે. બુધવારે તાપાચુલા, છિપાસમાં 5,000 પોલીસ ઓફિસરોને વિમાન માફરતે ઉતારવામાં આવ્યા છે. જેથી ગ્વાતેમાલાથી નોર્થ તરફ આગળ વધી રહેલા કારવાંને અટકાવી શકાય. જો કે, મેક્સિક ફેડરલ પોલીસ કમિશનર મેનલિચ કાસ્ટિલાએ જણાવ્યા અનુસાર, ફેડરલ ફોર્સની સાઉથ બોર્ડર પર હાજરી માઇગ્રન્ટ્સને અટકાવવા માટે નથી પરંતુ ઇમિગ્રેશન ઓફિશિયલ્સને કાયદો વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે છે.

  બીજી તરફ, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોને આ ઇમિગ્રન્ટ્સને યુએસ તરફ આગળ નહીં વધવા દેવાની ધમકી આપી હોવા છતાં હોન્ડૂરાસથી આવેલા ઇમિગ્રન્ટ્સ સાઉથ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. બુધવારે માઇગ્રન્ટ્સનું એક ગ્રુપ મેક્સિકન બોર્ડરથી 180 માઇલ દૂર ગ્વાતેમાલા પહોંચ્યુ હતું. મેક્સિકો ફોરેન મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, મેક્સિકો ગવર્મેન્ટ માઇગ્રન્ટ્સને રેફ્યૂજી સ્ટેટ્સ માટે દેશમાં આશ્રય આપવા માટેની પ્રોસિજર્સ કરી રહ્યું છે. મિનિસ્ટ્રીએ માઇગ્રન્ટ્સને હાલ કોઇ ટ્રાન્ઝિટ વિઝા સાથે એન્ટ્રી નહીં મળે તેવી ચેતવણી પણ આપી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે હોન્ડૂરાસ, ગ્વાતેમાલા અને અલ સાલ્વાડોરને મંગળવારે આ માઇગ્રન્ટ્સ પર કડક નજર રાખવાની સૂચના આપી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, રિપબ્લિકન પક્ષ માટે આ મુદ્દો આગામી ટર્મ ઇલેક્શન માટે મહત્વનો બની રહેશે. પ્રેસિડન્ટે ટ્વીટર કરી હતી કે, રિપબ્લિકન્સે ખરાબ, નબળા ઇમિગ્રેશન લૉ તૈયાર કર્યા છે. બોર્ડર ઇશ્યુને તેઓ આગામી ઇલેક્શનમાં ઉઠાવશે.

  ગત શનિવારે હોન્ડૂરાસથી અંદાજિત 4,000થી વધુ ઇમિગ્રન્ટ્સે ગ્લાતેમાલામાં એન્ટ્રી કરી હતી. સોમવારે ગ્વાતેમાલા બોર્ડર પોલીસે તેઓને બહાર કાઢવાની કવાયત કરી હતી. ગ્વાતેમાલા પ્રેસિડન્ટ જીમ્મી મોરાલ્સે મીડિયાને જણાવ્યું કે, આ ઇમિગ્રન્ટ્સને હ્યુમનેટેરિયન ઓર્ગેનાઇઝેશન શેલ્ટરમાં રહેતા માઇગ્રન્ટ્સને ફૂડ અને શેલ્ટર પ્રોવાઇડ કરે છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन