American Anchor Suicide: અમેરિકામાં 27 વર્ષીય ન્યૂઝ ચેનલ એન્કરે આત્મહત્યા કરી છે. પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુના હેઠળ મહિલા ન્યૂઝ એન્કરના મંગેતરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ન્યૂઝ એન્કરને મંગેતરના ઘરેથી અન્ય મહિલાની પેન્ટી મળતા આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં 27 વર્ષીય એક ન્યૂઝ એન્કરે આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે જાણવા મળ્યું હતું કે, મંગેતરના ઘરે અન્ય મહિલાની અન્ડરવિયર મળી હતી તેને લઈને એન્કરે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાં એન્કરે મંગેતર સાથે ખૂબ ઝગડો કર્યો હતો. બંને 12 ઓક્ટોબરે મેક્સિકોમાં લગ્ન કરવાના હતા. મોતના થોડા દિવસ પહેલાં જ બંનેએ 4 લાખ ડોલરનું એક સુંદર ઘર પણ ખરીદ્યું હતું. બંને લગ્ન પછી ત્યાં રહેવા જવાના હતા. ત્યારે પોલીસે આ મામલે એન્કરના મંગેતરને આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. આત્મહત્યા કરનારી મહિલા વિસ્કોન્સિનના વોસાઉમાં એબીસી મીડિયાની WAOW ચેનલમાં એન્કર હતી.
27 ઓગસ્ટે મહિલાએ આત્મહત્યા કરી હતી
ડેઇલીમેઇલના જણાવ્યા અનુસાર, 27 ઓગસ્ટે 27 વર્ષીય ન્યૂઝ એન્કર નીના પચોલ્કેએ મંગેતર સાથે ઝગડો કરીને આત્મહત્યા કરી લીધી હતી. પચોલ્કે 38 વર્ષીય કાઇલ હાસે સાથે 12 ઓક્ટોબરે મેક્સિકોમાં લગ્ન કરવાની હતી. તેના મંગેતરના છૂટાછેડા થયા હતા અને તેની પત્નીથી તેને એક બાળક પણ હતું. પચોલ્કેની મોતના થોડા અઠવાડિયા પહેલાં જ તેમણે વોસાઉ વિસ્તારમાં અંદાજે 4 લાખ ડોલરનું એક આલિશાન ઘર ખરીદ્યું હતું. પરંતુ, તેમના મિત્રોએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે ખૂબ વણસેલા સંબંધ હતા.
પચોલ્કેના એક મિત્રએ જણાવ્યું હતું કે, બંને હંમેશા માથાકૂટ કરતા રહેતા હતા અને એવું લાગતું હતું કે નીના કાઇલને વધુ પ્રેમ કરતી હતી. જ્યારે કાઇલ તેને ઓછો પ્રેમ કરે છે તેવું જતાવતો હતો. દોસ્તે દાવો કર્યો હતો કે, પચોલ્કેને એવી શંકા હતી કે હાસેનું અન્ય કોઈ મહિલા સાથે અફેર છે. પચોલ્કેએ કથિત રીતે એક દોસ્તને જણાવ્યું હતું કે, હાસેના ઘરમાંથી મહિલાની એક જોડી પેન્ટી મળી છે.
મંગેતરે પચોલ્કેને ઘરમાંથી કાઢી મૂકી હતી
એક વ્યક્તિએ જુલાઈમાં પચોલ્કે અને મંગેતર હાસે વચ્ચે મારામારી થઈ હોવાનો દાવો કર્યો છે. ત્યારે હાસેએ પચોલ્કેને ઘરની બહાર કાઢી મૂકી હતી. ડેઇલીમેઇલના રિપોર્ટ પ્રમાણે, તેણે પોતાની વસ્તુઓ માટે એક રેન્ટલ કંપની પાસે સ્ટોરેજની વ્યવસ્થા કરાવી હતી અને ત્રણ દિવસ સુધી હોટેલમાં રહી હતી. પચોલ્કેના એક દોસ્તે કહ્યુ હતુ કે, મને હાસે ક્યારેય પસંદ નથી આવ્યો. એક અન્ય દોસ્તે જણાવ્યું હતું કે, તે બારમાં હંમેશા પડ્યો રહેતો હતો અને નશો કરતો હતો.
જુલાઈમાં એક સ્તન કેન્સર જાગૃતતા ફંડરાઇઝિંગ દરમિયાન ગાળાગાળી કરવા માટે હાસે સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે પચોલ્કે પણ તેની સાથે હતી. વોસાઉ કન્ટ્રી કલ્બમાં નશામાં ચકચૂર વ્યક્તિએ કોરી સુથર સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. અધિકારી જેફ હેનકોકે રિપોર્ટમાં લખ્યું હતું કે, હાસેએ નશામાં કોરી સુથર સામે ગાળાગાળી સહિત તેનું અપમાન કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર