Home /News /national-international /ફ્લાઈટમાં ફરી એક વાર પેશાબ કરવાનો કિસ્સો આવ્યો, મુસાફરે કહ્યું- ઊંઘમાં હતો ને આવું થઈ ગયું
ફ્લાઈટમાં ફરી એક વાર પેશાબ કરવાનો કિસ્સો આવ્યો, મુસાફરે કહ્યું- ઊંઘમાં હતો ને આવું થઈ ગયું
american airlines
અમેરિકન એરલાઈન્સની ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ AA292માં નશામાં ધૂત જે મુસાફરે સહયાત્રી પર પેશાબ કર્યો તેની ઓળખાણ 26 વર્ષના આર્ય વોહરા તરીકે થઈ છે.
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિમાનમાં સહયાત્રિઓ સાથે ગેરવર્તન કરવાના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. એર ઈંડિયાના પેશાબ કાંડે તો દેશ જ નહીં, પણ વિદેશમાં ભારે ફજેતી કરી. તાજેતરનો કિસ્સો ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટનો છે. જ્યાં એક પેસેન્જરે બાજૂમાં બેઠેલા શખ્સ પર પેશાબ કર્યો હતો. નશામાં ધૂથ આ મુસાફરની ધરપકડ કરી છે. આ સંબંધમાં દિલ્હી પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ સંબંધમાં ફરિયાદ મળી છે અને પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
અમેરિકન એરલાઈન્સની ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ AA292માં નશામાં ધૂત જે મુસાફરે સહયાત્રી પર પેશાબ કર્યો તેની ઓળખાણ 26 વર્ષના આર્ય વોહરા તરીકે થઈ છે. દિલ્હીના ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડીંગ તુરંત બાદ આરોપી આર્ય વોહરાની ધરપકડ કરી છે. પુછપરછમાં આરોપીએ કહ્યું કે, જે સમયે આવી હરકત થઈ, ત્યારે તે ઊંઘમાં હતો અને તેને કંઈ યાદ નથી.
કોણ છે આરોપી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટે શુક્રવારે રાતના 9016 કલાકે ન્યૂયોર્કથી ઉડાન ભરી અને 14 કલાક 26 મીનિટ બાદ શનિવારે રાતના 0.12 કલાકે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઉતરી. આરોપી આર્ય વોહરા કથિત રીતે અમેરિકાની એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. નશાની હાલતમાં તે સુતી વખતે પેશાબ કરી ગયો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી આર્ય વોહરા અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે અને તે દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારનો રહેવાસી છે. દિલ્હી પોલીસનું કહેવુ છે કે, આ મામલામાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તે બાદ લીગલ એક્શન લેવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર