અમેરિકાનું સપનું જોતા ભારતીયો માટે સારા સમાચાર

News18 Gujarati
Updated: January 4, 2019, 7:31 AM IST
અમેરિકાનું સપનું જોતા ભારતીયો માટે સારા સમાચાર

  • Share this:
ભારત અને ખાસ કરીને ગુજરાતીઓનું સપનુ હોય છે કે અમેરિકમાં વસવાટ કરવો, હવે આ સપનું ટૂંક સમયમાં સાકાર થઇ જશે, અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ વિઝા પોલિસીમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે, આવો જ એક નિયમ કન્ટ્રી ક્વોટા છે, આ નિયમ દૂર કરવા પર હાલ પ્રસ્તાવ રજૂ થયો છે, જો આ નિયમ દૂર કરાયો તો સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે, આવો જાણી શું છે આ નિયમ.

અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, જો અમેરિકા દેશ સંબંધિત ક્વોટા (country quota) હટાવી દે છે તો હજારો ભારતીયોને અહીંની સિટિઝનશિપ મળી શકે છે. અમેરિકાની સંસદના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે પહેલેથી જ નક્કી તમામ દેશોના ક્વોટા ખતમ થવાથી અમેરિકન લેબર માર્કેટમાં ભેદભાવ ખતમ થશે, સાથે જ અમેરિકાની સિટિઝનશિપ મેળવવા માટે ભારતીયો અને ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થશે.

જો દેશ સંબંધિત ક્વોટા હટાવવામાં આવશે તો ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. જે મોટાંપાયે અહીં ભારતથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પ્રોજેક્ટ્સ માટે મોકલે છે અને તે આના માટે ગ્રીન કાર્ડ પર નિર્ભર છે.કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ રિપોર્ટ અનુસાર, હાલમાં ખાસ કરીને ભારત અને એક હદ સુધી ચીન, ફિલિપીન્સના લોકોને અમેરિકામાં સિટિઝનશિપ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ વર્ષમાં પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ એલપીઆર કેટેગરી હેઠળ 1,40,000 વિઝા આપે છે, જે નાણાકીય વર્ષ 2017માં સ્વીકાર કરવામાં આવેલા 11 લાખ એલપીઆરના 12 ટકા છે.

હાલની ઇમિગ્રેશન પોલીસી હેઠળ ગ્રીન કાર્ડ ફાળવણીમાં સાત ટકા ક્વોટાથી સૌથી વધુ નુકસાન મોટાંભાગે સ્કિલ્ડ ઇન્ડિયન પ્રોફેશનલ્સને થાય છે અને તેઓને H1-B વિઝા પર અમેરિકામાં કામ કરવું પડે છે. અમેરિકન કોંગ્રેસની ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી બ્રાન્ચ CRSનું કહેવું છે કે, જો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અથવા લિગલ પર્માનન્ટ રેસિડન્ટ સ્ટેટસ (LPR) આપવામાં ક્વોટા ખતમ કરી દેવામાં આવે છે, તો તેને મેળવવા માટે ભારતીય અને ચીન નાગરિકોને એપ્લિકેશનની સંખ્યામાં વધારો થશે. તેને ઉકેલવામાં ઘણો સમય લાગશે. સીઆરએસ અલગ અલગ મુદ્દાઓ પર રિપોર્ટ તૈયાર કરે છે, જેના આધારે સાંસદ સંપુર્ણ જાણકારી લઇને નિર્ણય કરે છે. સ્થાયી રોજગાર આધારિત અને દેશ આધારિત ક્વોટા ટાઇટલવાળો આ રિપોર્ટ 21 ડિસેમ્બર, 2018નો છે. ઉલ્લેખનીય છે કે, અનેક સાંસદ ગ્રીન કાર્ડ અને એલપીઆર જાહેર કરવામાં દેશ આધારિત ક્વોટાને ખતમ કરવા સંબંધિત પ્રસ્તાવ લાવવાનો વિચાર કરી રહ્યા છે.
First published: January 3, 2019, 8:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading