Home /News /national-international /USમાં બદલાયા વિઝા નિયમો, સોમવારથી 'મેગા ઓપરેશન', ભારતીયોએ જાણવા જેવું

USમાં બદલાયા વિઝા નિયમો, સોમવારથી 'મેગા ઓપરેશન', ભારતીયોએ જાણવા જેવું

જે લોકોના વિઝા એક્સપાયર થઇ ગયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવામાં આવશે.

જે લોકોના વિઝા એક્સપાયર થઇ ગયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવામાં આવશે.

અમેરિકાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતાં લોકો પર તવાઇ હાથ ધરી છે. પહેલા ઇરાક, સીરિયા જેવા દેશોના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો હવે તેઓ સોમવાર એટલે કે ઓક્ટોબરથી અમેરિકામાં ગેરકાયદે રહેતાં લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરશે. જે લોકોના વિઝા એક્સપાયર થઇ ગયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવામાં આવશે.

અમેરિકામાંથી ગેરકાયદે રહેલા લોકોને બહાર કાઢવાની જવાબદારી ફેડરલ એજન્સીને સોંપવામાં આવી છે, આ એજન્સી તરફથી જણાવવામાં આવ્યું કે રોજગાર આધારિત અને માનવીય આધારોના આવેદન માટે તેને લાગૂ નહીં કરવામાં આવે. આ માટે એચ1-બી વિઝા રાખનારા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને વિઝાની સ્વીકૃતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવા નિયમ અનુસાર, જે લોકોએ વિઝા એક્સટેન્શનની એપ્લિકેશન આપી છે તેઓને એનટીએ (નોટિસ ટુ અપીયર) જાહેર કરવામાં આવશે. એનટીએ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને દેશની બહાર મોકલવા માટે જાહેર કરવામાં આવેલું પહેલું પગલું છે. એનટીએ એ પ્રકારના ડોક્યુમેન્ટ છે, જે કોઇ વ્યક્તિને ઇમિગ્રેશન જજની સામે રજૂ થવા માટે કહે છે.



યુએસસીઆઇએસ (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ) દ્વારા ગેરકાયદે રહેલા લોકોને હાંકી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી છે. યુએસસીઆઇએસએ બુધવારે કહ્યું કે, નવા નિયમને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. હાલમાં જ મોટી સંખ્યામાં એચ1-બી વિઝા હોલ્ડર્સને તેઓના વિઝા એક્સટેન્ડ કરવાની મનાઇ કરી દીધી હતી. જેમાંથી મોટાંભાગના લોકો ભારતીય હતા. આ નિયમ અમેરિકા વસતા ભારતીયો માટે વધુ મુશ્કેલ સાબિત થઇ શકે છે.

H1-B વિઝા એવા વિદેશી હાઇ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને આપવામાં આવે છે, જેઓ કોઇ ખાસ કામમાં કુશળ હોય છે. આ માટે સામાન્ય રીતે હાઇ એજ્યુકેશનની જરૂર હોય છે. કંપનીમાં નોકરી કરનારાઓ તરફથી એચ1-બી વિઝા માટે ઇમિગ્રેશન વિભાગમાં એપ્લિકેશન કરવાની હોય છે. આ વ્યવસ્થા 1990માં તત્કાલિન પ્રેસિડન્ટ જ્યોર્જ બુશે શરૂ કરી હતી.
First published:

Tags: Initiation, USA, Visa, અમેરિકા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો