Home /News /national-international /

ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન મહિલા થઈ કોરોના પોઝિટિવ, બાથરૂમમાં 5 કલાક આઇસોલેટ થવું પડ્યું

ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન મહિલા થઈ કોરોના પોઝિટિવ, બાથરૂમમાં 5 કલાક આઇસોલેટ થવું પડ્યું

મહિલાને પાંચ કલાક માટે બાથરૂમમાં આઇસોલેટ (isolate) કરવામાં આવી. (પ્રતીકાત્મક ફોટો- Anna Moneymaker/Getty Images)

Corona positive in flight: શિકાગોથી આઇસલેન્ડની ફ્લાઈટમાં અડધે પહોંચ્યા બાદ કોવિડ ટેસ્ટની રિપોર્ટ પોઝિટીવ આવતાં અમેરિકન મહિલાને પાંચ કલાક માટે બાથરૂમમાં આઇસોલેટ (isolate) કરવામાં આવી હતી.

    વોશિંગ્ટન. કોરોના વાયરસ (coronavirus)નો નવો ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ વિશ્વભરમાં દહેશત ફેલાવી રહ્યો છે. એટલે જ મોટાભાગના દેશોએ તકેદારીના ભાગરૂપે કોરોના નિયમોનું કડકાઈથી પાલન, આઇસોલેશન અને એરપોર્ટ પર કોવિડ ટેસ્ટ અનિવાર્ય કરી નાખ્યું છે. આ દરમ્યાન અમેરિકા (America)માં એક મહિલા કોરોના પોઝિટિવ થયા બાદ તેને ફ્લાઈટના બાથરૂમમાં જ આઇસોલેટ થવું પડ્યું. ‘ધ ટ્રિબ્યુન’ની રિપોર્ટ મુજબ, શિકાગોથી આઇસલેન્ડની ફ્લાઈટમાં અડધે પહોંચ્યા બાદ કોવિડ ટેસ્ટની રિપોર્ટ પોઝિટિવ (woman tests positive for covid mid flight) આવતાં અમેરિકન મહિલાને પાંચ કલાક માટે બાથરૂમમાં આઇસોલેટ (isolate) કરવામાં આવી હતી.

    ડબલ્યુએબીસી-ટીવીએ જણાવ્યું કે મિશિગન (Michigan)ની એક ટીચર મારિસા ફોશિયો (Marisa Fotieo) એ કહ્યું કે 19 ડિસેમ્બરના યાત્રા દરમ્યાન તેના ગળામાં દુખાવો શરુ થયો હતો. એટલે તે દોડીને કોવિડ ટેસ્ટ કરવા માટે બાથરૂમમાં ગઈ. સેલ્ફ કોવિડ ટેસ્ટની રિપોર્ટ પોઝિટિવ આવી હતી. તેણે કહ્યું કે ફ્લાઈટમાં 150 લોકો હતા અને મારી સૌથી મોટી ચિંતા એ હતી કે મારે લીધે એમને ચેપ ન લાગી જાય.

    ફોશિયોએ CNN Newsને જણાવ્યું કે તેણે એરપોર્ટ પર 2 પીસીઆર ટેસ્ટ અને 5 રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. એ દરેક રિપોર્ટ નેગેટિવ આવી હતી, પરંતુ ફ્લાઈટમાં આશરે દોઢ કલાક બાદ તેને ગળામાં દુખાવો થતાં તેને ફરી રેપિડ ટેસ્ટ કરવું પડ્યું અને રિપોર્ટ પોઝિટિવ આવી.

    આ પણ વાંચો: પ્લેનમાં માણસે માસ્ક કાઢી નાખ્યું તો મહિલાએ લાફો મારી દીધો, ગાળાગાળી કરતો video viral

    ફોશિયો કહે છે, ‘ફ્લાઇટમાં બોર્ડિંગ બાદ જ મને થોડી સમસ્યા જણાતી હતી. મારા મગજમાં ઘણી બધી વાતો ઘૂમી રહી હતી. પછી મેં મારી જાતને હિંમત આપી અને કહ્યું કે હું વધુ એક વખત ટેસ્ટ કરાવવા જઈ રહી છું. બધું સારું થઇ જશે. પણ રિપોર્ટ જોઈને મારા હોશ ઉડી ગયા. હું કોરોના સંક્રમિત હતી.’

    રિપોર્ટ અનુસાર, ફોશિયોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. ઉપરાંત, બુસ્ટર શોટ પણ લગાવી લીધો છે. તે દર અઠવાડિયે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે છે, કારણ કે તે અશિક્ષિત વસ્તી સાથે કામ કરે છે. હાલમાં ફોશિયો પ્રવાસ પછી પોતાના ઘરે થોડા દિવસો માટે આઇસોલેટ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Corona Positive, Coronavirus, USA, World News in gujarati, ઓમિક્રોન

    આગામી સમાચાર