Video: US નેવીએ ગાયું શાહરૂખની ‘સ્વદેશ’ ફિલ્મનું લોકપ્રિય ગીત, લોકો કરી રહ્યા છે વખાણ

Video: US નેવીએ ગાયું શાહરૂખની ‘સ્વદેશ’ ફિલ્મનું લોકપ્રિય ગીત, લોકો કરી રહ્યા છે વખાણ
(તસવીર સૌજન્ય @SandhuTaranjitS)

યૂએસ નેવીના સભ્યોએ યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ મેરા... ગીતની કરી જોરદાર રજૂઆત, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

  • Share this:
    વોશિંગટન. બોલિવૂડની જાણીતી ફિલ્મ સ્વદેશ (Swades), જેમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ મુખ્ય ભૂમિકા નિભાવી છે તેમાં એક ગીત છે, ‘યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ મેરા...’આ ગીતને અમેરિકાની નેવી (US Navy)ના કેટલાક સભ્યોએ ખૂબ જ સૂરીલા અંદાજમાં રજૂ કર્યું જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 27 માર્ચે એક ડિનર કાર્યક્રમ દરમિયાન યૂએસ નેવીના સભ્યોએ સ્વદેશ ફિલ્મનું આ ગીત ગાયું. નોંધનીય છે કે, આ ડિનરમાં યૂએસના ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ (CNO) માઇકલ એમ ગિલ્ડે અને ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂ પણ ઉપસ્થિત હતા.

    ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ આ ગીતનો વીડિયો શૅર કર્યો છે. તેઓએ લખ્યું છે કે, આ એક દોસ્તીનું બંધન છે જેની ક્યારેય તોડી નહીં શકાય. આ ગીત મૂળે 2004માં રિલીઝ થયેલી ફિલ્મ સ્વદેશ માટે સંગીતકાર એ.આર. રહમાન (AR Rahman)એ રચ્યું હતું અને તેમણે જ તેને ગાયું હતું. ક્લિપમાં યૂઅસ નેવી બેન્ડના ગાયકો અને સંગતકારોની ટીમે તેમના યૂનિફોર્મમાં આ ગીત ગાતા જોવા મળી રહ્યા છે.



    આ પણ જુઓ, VIDEO: રાજસ્થાનના યુવકે ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર બનાવ્યું, ખેડૂતોને થશે અનેક ફાયદા

    આ ઉપરાંત ડિનરમાં અમેરિકા અને ભારતની વચ્ચે રક્ષા ભાગીદારીને મજબૂત કરવાની રીત અંગે પણ ચર્ચા થઈ, પરંતુ આ ગીતે તમામ લોકોનું દિલ જીતી લીધું. એક અલગ ટ્વીટમાં સંધૂએ લખ્યું કે, અદ્ભૂત સાંજની મેજબાની માટે યૂએસ સીએનઓ એડમિરલ ગિલ્ડેને ધન્યવાદ. સંધૂએ લખ્યું કે ભારત-અમેરિકા પાર્ટનરશીપને વધુ મજબૂત કરવા માટે સાથે મળી કામ કરવ માટે તત્પર છે.

    આ પણ વાંચો, માત્ર 15,000 રૂપિયામાં શરૂ કરો તુલસીની ખેતી, થશે લાખો રૂપિયાની કમાણી

    પોતાના સંદેશમાં નૌસેના સંચાલનના પ્રમુખ એડમિરલ માઇકલ એમ ગિલ્ડેએ કહ્યું કે, આપણે ઈન્ડો પેસિફીક અને તેની બહાર એક મુક્ત, ખુલ્લા અને સમાવેશી નિયમો આધારિત આદેશને સાથે મળી પ્રોત્સાહન આપીશું. હું બંને નૌસેનાના નિરંતર સહયોગ માટે તત્પર છું.
    Published by:Mrunal Bhojak
    First published:March 29, 2021, 13:57 pm

    ટૉપ ન્યૂઝ