ટ્રમ્પે ઈઝરાઈલની રાજધાની તરીકે જેરુસલેમને આપી માન્યતા

આ સ્થળ પર ક્રિશ્ચિયન, યહુદીઓ અને મુસ્લિમ ત્રણેય દાવો કરી રહ્યા છે

આ સ્થળ પર ક્રિશ્ચિયન, યહુદીઓ અને મુસ્લિમ ત્રણેય દાવો કરી રહ્યા છે

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાઈલની રાજધાનીની માન્યતા આપી દીધી છે. ટ્રમ્પે 2016માં ચૂંટણી અભિયાન દરમિયાન આવો વાયદો આપ્યો હતો. આ જાહેર કરતાં ટ્મ્પે કહ્યું કે આની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આને કારણે મધ્ય પૂર્વમાં શાંતિ પ્રકિયા ઝડપી બનશે. અમેરિકા આ નિર્ણયને ઐતિહાસિક કહે છે. ટ્ર્મ્પે પોતાના ભાષણમાં કહ્યું કે પહેલાની અસફળ નીતિઓને બેવડાવવાથી સમસ્યાઓનો સમાધાન મળી શકતો નથી. આજે મારી આ જાહેરાત ઈઝરાઈલ અને ફલસ્તિની ક્ષેત્ર વચ્ચેના વિવાદમાં કોઈ રસ્તો નીકાળી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, બે દશકોથી છૂટ આપવા છતાં પણ અમે ઈઝરાઈલ અને ફલીસ્તાન વચ્ચે શાંતિ સ્થાપી શક્યા નથી. એ માનવું નાદાની હશે કે ફરીથી એ જ ફોર્મ્યુલાને દોહરાવવાથી કોઈ ઉત્તમ પરિણામ આવશે. અમે તેની અંતિમ સ્થિતિ પર કોઈ જ રૂખ નથી લઈ સકચા ચાહે તે જેરુસલેમમાં ઈઝરાઈલની સીમાનો મામલો હોય કે કોઈ વિવાદિત સીમાનો પ્રસ્તાવનો મામલો હોય.
ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પ્રમાણે જેરુસલેમ પ્રાચીનકાળથી યહુદી લોકોની રાજધાની છે અને વાસ્તવિકતા એ છે કે આ શહેર સરકાર, મહત્વપુર્ણ મંત્રાલયો, વિધાયકા, સુપ્રિમ કોર્ટનું કેન્દ્ર છે. એક બીજા વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ પગલું ભરીને ટ્રમ્પે ચૂંટણીનો વાયદો પુરો કરી દીધો છે. નેલ્સન મંડેલા દ્વારા બનાવેલ ગ્રુપે કહ્યું કે નિર્ણય મધ્યપૂર્વમાં શાંતિ પ્રયાસો માટે ગંભીર ખતરો પેદા કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાને લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્ણય પર મને ઘણું દુખ થયું છે. તેમણે લાંબા સમયથી ચાલી આવતી પ્રણાલીને ફેરવી નાંખી છે અને જેરુસલેમ આંતરરાષ્ટ્રીય સહમતિને તોડી દીધી છે.

જેરુસલેમ સૌથી વિવાદિત સ્થળ રહ્યું છે , આ સ્થળ પર ક્રિશ્ચિયન, યહુદીઓ અને મુસ્લિમ ત્રણેય દાવો કરી રહ્યા છે. અડધુ શહેર પેલેસ્ટિનમાં આવેલુ હતું જે બાદમાં ઇઝરાઇલમાં તેનો સમાવેશ થયો. ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને જાણી જોઇને ઇઝરાઇલની રાજધાની જાહેર કરી દીધી છે. જેને પગલે હવે વિવાદ વકરી શકે છે.
First published: