18 વર્ષીય TikTok સ્ટારે પહેલા બનાવ્યો વીડિયો, અને પછી કરી લીધી આત્મહત્યા

18 વર્ષીય TikTok સ્ટારે પહેલા બનાવ્યો વીડિયો, અને પછી કરી લીધી આત્મહત્યા
ટિકટોક સ્ટાર ડેઝરિયા ક્વિંટ નોયેજે આત્મહત્યા કરી દીધી (Photo: Instagram)

ડેઝરિયા ક્વિંટ નોયેજે આત્મહત્યા પહેલા લખ્યું કે, હું તમને બહુ હેરાન કરી રહી છું, આ મારી છેલ્લી પોસ્ટ છે

 • Share this:
  નવી દિલ્હી. ટિકટોક (TikTok) પર ભલે ભારતમાં પ્રતિબંધ લાગી ગયો હોય પરંતુ આ ચીની મોબાઇલ એપ્લિકેશન અમેરિકા સહિત બીજા દેશોમાં ખૂબ પ્રચલિત છે. અમેરિકાની જ ટિકટોક સ્ટાર ડેઝરિયા ક્વિંટ નોયેજ (Dazhariaa Quint Noyes)એ સોમવારે આત્મહત્યા (Suicide) કરી લીધી છે. તે 18 વર્ષની હતી અને આત્મહત્યા કરતાં પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેને તેઓ છેલ્લો વીડિયો કહેવામાં આવી રહ્યો છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડેઝરિયાને ‘Dee’ના નામથી પણ ઓળખવામાં આવતી હતી. તેણે પોતાનો વીડિયો છેલ્લો હોવાનું જણાવ્યું હતું. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, ઓકે મને ખબર છે કે તમને લોકોને હું હેરાન કરી રહી છું. આ મારી છેલ્લી પોસ્ટ છે. તેના પરિવારે ડેઝરિયાના અવસાનની પુષ્ટિ કરી છે.
  ડેઝરિયા દ્વારા આત્મહત્યા કરી લેવાની ઘટના બાદથી તેના માતા-પિતા ઘણા દુઃખી છે. ડેઝરીયાના પિતા રહીમ અલ્લાએ ગોફંડમી નામના એક પેજ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે. તેઓએ તેમાં લખ્યું કે, મારી દીકરી ડેઝરિયા અમને છોડીને જતી રહી છે. તે મારી દોસ્ત હતી. હું મારી દીકરીને દફનાવવા માટે તૈયાર નહોતો. તે ખૂબ ખુશ હતી.

  આ પણ વાંચો, સાવધાન! જાણો Koo એપથી કેવી રીતે લીક થઈ રહ્યો છે યૂઝર્સનો ડેટા, ચીન કનેક્શનનું સત્ય આવ્યું સામે

  ડેઝરિયાના પિતાએ વધુમાં લખ્યું કે, હું :જ્યારે ઘરે આવતો હતો તો મને રસ્તા પરથી જોઈને તે ખૂબ ખુશ થઈ જતી હતી. હું માત્ર એટલું ઈચ્છતો હતો કે તે પોતાના તણાવ અને આત્મહત્યાના વિચારો વિશે મને વાત કરે. અમે બંને તેની પર વાતચીત કરી શકતા હતા. હવું હું ઘરે આવું છું તો મારી રાહ જોવા માટે તું હવે નહીં હોય. ડૈડી લવ યૂ.

  આ પણ વાંચો, યુવતીએ પ્રેમી અને મંગેતરની સાથે મળી બ્લેકમેલર નીતિનને મોતને ઘાટ ઉતાર્યો

  ડેઝરિયાના યૂટ્યૂબ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સે પણ ઘણી ભાવુક કોમેન્ટ લખી છે. એક યૂઝરે લખ્યું કે તું મારી ફેવરિટ યૂટ્યૂબર અને ટિકટોકર હતી. તારું જવું મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. મારું દિલ તૂટી ગયું છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે તારા જીવનની વાતો શૅર કરવા માટે થેન્ક યૂ. કાશ આ જિંદગી અને મોત તારા માટે સરળ હશે.
  Published by:Mrunal Bhojak
  First published:February 12, 2021, 15:31 IST

  ટૉપ ન્યૂઝ