Home /News /national-international /અમેરિકાએ ચીનનો ફુગ્ગો ફોડી નાખ્યો: ડ્રેગને આપી જગત જમાદારને ધમકી, તણાવ વધશે

અમેરિકાએ ચીનનો ફુગ્ગો ફોડી નાખ્યો: ડ્રેગને આપી જગત જમાદારને ધમકી, તણાવ વધશે

chinese surveillance balloon

ચીનનું કહેવું છે કે, અમેરિકા દ્વારા ફુગ્ગામે ખતમ કરવો, આંતરરાષ્ટ્રીય અભ્યાસનું ગંભીર ઉલ્લંઘન છે. તેણે અમેરિકાને તેના પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે.

વોશિંગટન: અમેરિકા પોતાના સમુદ્ર ક્ષેત્ર (અટલાંટિક સાગર)ની ઉપર મંડરાઈ રહેલા ચીનના જાસૂસી ફુગ્ગાને તોડી પાડ્યો છે. એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, શનિવારે ઉત્તરી અમેરિકામાં સંવેદનશીલ સૈન્ય સ્થળને પાર કર્યા બાદ કૈરોલિના તટ પર સંદીગ્ધ ચીની જૂસાસી ફુગ્ગાને ઠાર કર્યો છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓ હવે તેનો કાટમાળ એકઠો કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને જાસૂસી ફુગ્ગાને મારવાની મંજૂરી આપી હતી અને સૈન્ય અધિકારીઓએ તેનું સમર્થન કર્યું હતું. સર્વિલાંસ બલૂનને પહેલી વાર આ અઠવાડીયાની શરુઆતમાં મોંટાનાની ઉપર જોવા મળ્યું હતું. આ બલૂનનો આકર ત્રણ બસ બરાબર હતો.

આ પણ વાંચો: કોરોના બાદ આ બીમારીએ જાપાનમાં લીધો ભરડો: 1 અઠવાડીયામાં 51 હજારથી વધારે કેસ, મહામારીનો ખતરો વધ્યો

ચીનનું કહેવું છે કે, અમેરિકા દ્વારા ફુગ્ગામે ખતમ કરવો, આંતરરાષ્ટ્રીય અભ્યાસનું ગંભીર ઉલ્લંઘન છે. તેણે અમેરિકાને તેના પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. ચીની જાસૂસી ફુગ્ગાને શૂટ કરતા પહેલા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ઉત્તરી કૈરોલિનામાં વિલમિંગટન, દક્ષિણ કૈરોલિનામાં ચાર્લ્સટન અને મર્ટલ વચ્ચે હવાઈ એરપોર્ટ માટે ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કર્યું. એટલે કે, આ એરપોર્ટ પર તમામ ગતિવિધિઓ સમગ્રપણે બંધ રહી હતી. ટોચના સૈન્ય અધિકારીઓએ ફુગ્ગો નીચે પડવાની ચેતવણી આપી હતી. જેનો કાટમાળ જમન પર લોકો અને સંપત્તિને ખતરો ઊભો કરી શકે છે. અમેરિકી રક્ષા સચિવ એન્ટની બ્લિંકને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્દેશ પર અમારા લડાકૂ વિમાનોએ દક્ષિણ કૈરોલિના તટ પર અટલાંટિક સાગર પર ચીની જાસૂસ ફુગ્ગાને મારી નાખ્યો છે.



એન્ટની બ્લિંકને રદ કર્યો ચીનનો પ્રવાસ


ચીને કહ્યું કે, આ ફુગ્ગો રસ્તો ભટકી ગયો હતો. પણ અમેરિકાએ તેને ગંભીરતાથી લીધો અને તેના રક્ષા સચિવ એન્ટની બ્લિંકને પોતાનો ચીનનો પ્રવાસ રદ કરી દીધો. આ અગાઉ અમેરિકી રક્ષા વિભાગે પેન્ટાગનના પ્રવક્તા બ્રિગેડિયર પૈટ રાઈડરે કહ્યું હતું કે, નારોડ આ જાસૂસી ફુગ્ગાની નજીક નજર રાખીને બેઠા છે. અમેરિકા સરકારે સંવેદનશીલ જાણકારી સુરક્ષિત રાખવા માટે તુરંત કાર્યવાહી કરી. તેમણે કહ્યું હતું કે, ફુગ્ગો વાણિજ્યિક એરપોર્ટ ક્ષેત્રની ખૂબ નજીક ઊંચાઈ પર હતો અને જમીન પર લોકોને તેનાથી ખતરો નથી. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક માયલે અને અમેરિકી ઉત્તરી કમાનના જનરલ ગ્લેન વૈનહર્કે જમીન પર લોકોની સુરક્ષાના સંભવિત ખતરાને ધ્યાને રાખતા ત્વરિત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
First published:

Tags: American President, China soldiers

विज्ञापन