અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું- તેનાથી દેશની સુરક્ષા પર ખતરો

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક અમેરિકન યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ચીનની એપ ટિકટૉક (TikTok) પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે. તેઓએ આ એપને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આદેશ મુજબ, અમેરિકા ટિકટૉક ચલાવનારી કંપની બાઇટ ડાન્સની સાથે આગામી 45 દિવસ સુધી કોઈ કારોબાર નહીં કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટિકટૉક યૂઝર્સના ડેટા ચીનની સરકારને આપે છે. નોંધનીય છે કે, ભારતે પણ ગત મહિને ટિકટૉક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

  ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

  કોરોનાના પ્રકોપ બાદથી જ ટ્રમ્પ ચીનથી ખૂબ જ નારાજ રહેતા હતા. તેઓએ જાહેરમાં અનેકવાર ચીન પર કોરોના ફેલાવાવનો આરોપ લગાવ્યો છે. એક સપ્તાહ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટૉક પર પ્રતિબંધ મૂકવાના સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેઓ અનેક વિકલ્પો અંગે પણ વિચાર કરી રહ્યા છે.


  આ પણ વાંચો, WHOએ કહ્યું, કોરોનાની 6 વેક્સીન ત્રીજા ચરણમાં, પરંતુ સફળતાની ગેરંટી હાલ નહીંવત

  ગુરુવારે ટ્રમ્પે ચીનની વધુ એક એપ WeChat ઉપર પણ પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો. ટિકટૉક પર પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, પીપલ્બ રિપબ્લિક ઓફ ચાઇના (ચીન)માં કંપનીઓ દ્વારા વિકસિત અને સ્વામિત્વવાળી મોબાઇલ એપ્લિકેશનથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થાને ખતરો ઊભો થાય છે.

  આ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો

  બ્લેકમેલ અને જાસૂસીનો ખતરો

  પ્રતિબંધનો આદેશ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે ટિકટૉકના ડેટા એકત્ર કરવાથી ચીન, અમેરિકાના સરકારી કર્મચારીઓને ટ્રેક કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિગત જાણકારી એકત્ર કરવાથી બ્લેકમેલ કે કોર્પોરેટ જાસૂસીનો ખતરો રહે છે. હાલ બાઇટ ડાન્સ તરફથી આ પ્રતિબંધને લઈ કોઈ પ્રતિક્રિયા નથી આવી.
  Published by:Mrunal Bhojak
  First published: