US: પાયલોટે આકાશમાં બનાવ્યો કંઇક 'આવો' આકાર, અને પછી થયું...

  • Share this:
અમેરિકન નૌકાદળનુ ફાઇટર પ્લેન ચલાવનાર એક પાયલોટને અજીબોગરીબ મામલામાં હાથ ધોવા પડ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પાયલોટે વોંશિગ્ટનમાં પ્લેન ઉડાવતા સમયે આસમાનમાં આપત્તિજનક ડ્રોઇંગ બનાવ્યુ છે.

સોશિયલ મીડિયા પર આ ફોટો શેર થયા પછી અમેરિકન નૌકાદળના પાયલોટ વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવી છે. અમેરિકન નૌકાદળના પાયલોટને નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના ગુરુવારના રોજ બની છે. વોશિગ્ટનમાં નૌકાદળના એર સ્ટેશનથી ઉડેલા ફાઇટર પ્લેનથી આસમાનમાં એક એવો આકાર બનાવ્યો છે  જે દેખાવમાં પેનિસ જેવો હતો. જો કે એ વિસ્તારમાં રહેનાર અનેક લોકોએ આકાશમાં આ દ્રશ્ય જોયુ હતુ. જો કે કેટલાક લોકોએ આ ફોટો ક્લિક કરીને  સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે. શુક્રવારના રોજ અમેરિકન નૌકાદળે આ વિષય પર નિવેદન આપીને લોકોની સમક્ષ માફી પણ માંગી છે. તેમને જણાવ્યુ હતુ કે, 'પ્લેનના ક્રુની આ હરકત અસ્વીકાર્ય છે. આવુ કરવુ નૌકાદળના સિદ્રાંતો વિરુદ્ધ છે. આ વિશે વધુ તપાસ હાથ ધરી છે અને નૌકાદળ આ બેજવાબદાર કાર્ય કરવા માટે માફી માંગીએ છીએ.'
First published: