Home /News /national-international /US Midterm Elections: રિપબ્લિકન પાર્ટીને પ્રતિનિધિ સભામાં મળ્યો બહુમત, અમેરિકી મીડિયાએ કર્યો મોટો દાવો

US Midterm Elections: રિપબ્લિકન પાર્ટીને પ્રતિનિધિ સભામાં મળ્યો બહુમત, અમેરિકી મીડિયાએ કર્યો મોટો દાવો

america us midterm elections result

મધ્યસ્થ ચૂંટણીના એક અઠવાડીયાથી વધારે સમય બાદ રિપબ્લિકન પાર્ટીએ 218મી સીટ મેળવી છે. જો કે, મધ્યસ્થ ચૂંટણી બાદ ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમત જાળવી રાખ્યો છે.

    US Midterm Elections: અમેરિકામાં થયેલી મધ્યસ્થ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ સભામાં બહુમત મળી ગયો છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, રિપબ્લિકન પાર્ટીએ અમેરિકી પ્રતિનિધિ સભામાં બહુમત મેળવી લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટી ના સેનેટ પર કંટ્રોલ હોવા છતાં પણ રિપબ્લિકન પાર્ટીએ બે વર્ષ સુધી વિભાજીત સરકારના ગઠન માટે સદનમાં બહુમત પ્રાપ્ત કર્યો છે.


    બાઈડન પ્રશાસન માટે આવી શકે છે મુશ્કેલીઓ


    જાણકારી અનુસાર, મધ્યસ્થ ચૂંટણીના એક અઠવાડીયાથી વધારે સમય બાદ રિપબ્લિકન પાર્ટીએ 218મી સીટ મેળવી છે. જો કે, મધ્યસ્થ ચૂંટણી બાદ ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમત જાળવી રાખ્યો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, પ્રતિનિધિ સભામાં બહુમત મળ્યા બાદ રિપબ્લિકન પાર્ટી બાઈડન પ્રશાસન માટે પડકાર ઊભો કરી શકે છે.

    આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને શી જિનપિંગે હાથ મિલાવ્યો, જાણો શું થઈ વાત?

    2024માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે ટ્રમ્પ


    રિપબ્લિકન પાર્ટીને પ્રતિનિધિ સભામાં બહુમત તેવા સમયે મળ્યો છે, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના દાવેદાવર હશે. ટ્રમ્પે મંગળવારે એક સાર્વજનિક સંબોધન દરમિયાન કહ્યું કે, અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે આજે રાતે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારીની ઘોષણા કરી રહ્યો છું. આ ફક્ત આપણા અમેરિકી સપનાને બચાવાની શરુઆત હશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: United states of america

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन