વોશિંગટન. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન (Vladimir Putin)એ અમેરિકા (US)માં ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુદ પદની ચૂંટણીમાં જો બાઇડન (Joe Biden)ની વિરુદ્ધ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મદદ કરવાના અભિયાનોને મંજૂરી આપી હતી. એક ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે રશિયા અને ઈરાને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાના વ્યાપક પ્રયાસો કર્યો હતા, પરંતુ એવા કોઈ પુરાવા નથી મળ્યા કે કોઈ વિદેશી દખલથી મતો કે મતગણતરી પ્રક્રિયા પર કોઈ અસર પડી હોય.
નેશનલ ઇન્ટેલિજન્સ કાર્યાલયથી મંગળવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અમેરિકામાં 2020માં યોજાયેલી ચૂંટણીઓમાં વિદેશી દખલનું વિસ્તૃત આકલન રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને મતદાન પર વિશ્વામ ઓછો કરવા અને ટ્રમ્પને ફરીથી રાષ્ટ્રપ્રમુખ બનવાની શક્યતાઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા.
આ પ્રયાસો છતાંય ઇન્ટેલિજન્સ અધિકારીઓને મતદાન પ્રક્રિયાના કોઈ ટેકનીકલ પાસા સાથે ચેડા કરી 2020ની અમેરિકાની ચૂંટણીમાં કોઈ વિદેશી દખલના કોઈ પુરાવા નથી મળ્યા. મંગળવારે જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને ચૂંટણીમાં દખલ નથી કરી.
અમેરિકાના અધિકારીઓ મુજબ, તેમનું માનવું છે કે ચીન અમેરિકાની સાથે સ્થિર સંબંધને મહત્ત્વ આપે છે અને તેણે ચૂંટણીમાં હસ્તક્ષેપ કરીને તેમાં પકડાઈ જવાનું કોઈ જોખમ નથી ઉઠાવ્યું. રશિયાએ જોકે રિપોર્ટને પાયા વગરનો ગણાવતા તેને ફગાવી દીધો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને બુધવારે એબીસીના કાર્યક્રમ ગુડ મોર્નિંગ અમેરિકા પર પ્રસારિત એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પુતિનના ખોટા કામોના પરિણામ સામે આવશે અને તેઓ જે કિંમત ચૂકવવા જઈ રહ્યા છે, તેને વિશે તમને જલ્દી જ જાણવા મળશે. ગયા મહિને પુતિનની સાથે પોતાના પહેલા કૉલને યાદ કરતાં તેઓએ પુતિનને કહ્યું હતું કે, આપણે એક બીજાને સમજીએ છીએ.
" isDesktop="true" id="1080754" >
ક્રેમલિને બુધવારે રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને નકારી દીધા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને કહ્યું કે, અમે અમારા દેશ વિશે આ રિપોર્ટના નિષ્કર્ષોથી અસહમત છીએ. તેઓએ કહ્યું કે રશિયાનો કોઈ પણ ઉમેદવારની વિરુદ્ધ અભિયાનોમાં કોઈ સંબંધ નથી. તેઓએ રિપોર્ટને ‘નિરાધાર’ ગણાવ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર