ભારત સાથે સરંક્ષણ-ભાગીદારી વધારવા ઇચ્છે છે અમેરિકા, કોંગ્રેસે પસાર કર્યુ બિલ

 • Share this:
  વોશિંગ્ટન (પ્રિટ્ર). અમેરિકા, ભારત સાથે તેની રક્ષા ભાગીદારી મજબૂત કરવા માંગે છે. આ માટે યુ.એસ. કોંગ્રેસે 716 અબજ રુપિયાનું બિલ પસાર કર્યુ છે, જેના હેઠળ ભારત સાથે દેશની સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્લાન છે. 2016માં ઓબામાના શાસનકાળ દરમિયાન, ભારતને અમેરિકાનું સૌથી મોટુ રક્ષા ભાગીદાર તરીકે ગણવામાં આવ્યુ હતુ. પરંતુ હવે ટ્રમ્પ સંચાલન આ સંબંધને વધુ મજબૂત કરવા માંગે છો અને આ પ્રક્રિયા આગળ વધારવાની યોજના છે. યુ.એસ. કોંગ્રેસ છેલ્લા અઠવાડિયે જ આ બિલને પસાર કર્યુ હતુ. હવે માત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહીની જરૂર છે.

  સંયુક્ત સંમેલન રિપોર્ટસમાં હાઉસ અને સીનેટે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત સાથે પોતાની રક્ષા ભાગીદારીને મજબૂત બનવા માટે આગળ વધવું જોઈએ, જેનાથી બંને દેશોની સેના વચ્ચે રણનીતિક ભાગીદારી વધશે. આમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં સ્થાનિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને સુરક્ષાના હેતુથી કામ કરવું જોઈએ.  બિલમાં ટ્રમ્પ સંચાલનથી લશ્કરી સંચાલન, સૂચનાઓ અને ટેકનીકના વિતરણ માટે વધુ સારી સુવિધાઓને વિકસાવવાની વાત કહેવામાં આવી છે. કોંગ્રેસના બે ચેમ્બર્સ દ્વારા પસાર થયેલા બિલમાં એનડીએ -2019 માં અમેરિકી સરકારને માનવતાવાદી અને આપત્તિ રાહત કાર્યક્રમોમાં સહયોગ કરવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે સાથે સ્થાનિક સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે ભારત સાથે સહયોગી પ્રયત્નો કરવાનું કહ્યુ છે.

  બિલ મુજબ, કોંગ્રેસનું માનવું છે કે જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના સહકારથી અમેરિકાને દરિયાઇ સલામતી, અશાંતિ, અને આતંકવાદનો ખાત્મો કરવા માટે કામ કરવું જોઈએ.
  Published by:Bhoomi Koyani
  First published: