આર્ટીકલ 370 પર પાકે. લખેલા પત્ર પર UNSC અધ્યક્ષે ટિપ્પણી કરવાનું ટાળ્યું

News18 Gujarati
Updated: August 9, 2019, 12:23 PM IST
આર્ટીકલ 370 પર પાકે. લખેલા પત્ર પર UNSC અધ્યક્ષે ટિપ્પણી કરવાનું ટાળ્યું
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ

  • Share this:
ગુરુવારે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ ઝોઆના રોનેકાએ પાકિસ્તાન દ્વારા આર્ટીકલ 370 પર લખવામાં આવેલા પત્રને લઇને ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે તે આર્ટીકલ 370ને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં જશે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષે પાકિસ્તાને લખેલા પત્ર પર ટિપ્પણી ન કરતા, ટૂંકમાં જ ધણું કહી દીધું છે. એટલું જ નહીં પાકિસ્તાન આ મામલે હવે ચીનની શરણ પણ લઇ ચૂક્યું છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી હાલ ચીનના વિદેશ પ્રવાસ પર છે. અહીં તે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરશે. અને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે તેવી પૂરી સંભાવના છે.ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષને પત્રકારે આ સવાલ કર્યો હતો. જેને ગંભીરતા પૂર્વક સાંભળીને તેમણે નો કમેન્ટ કહી ચાલતી પકડી હતી. જે દિવસથી ભારતે આર્ટીકલ 370 નાબૂદ કરવાની વાત કરી છે તે દિવસથી પાકિસ્તાન આ પર આ અંગે એક પછી એક પ્રતિક્રિયા આપી રહ્યું છે.


પહેલા તેણે દ્રીપક્ષીય વેપાર બંધ કર્યો પછી સમજૌતા એક્સપ્રેસ અને ભારતીય ફિલ્મો પર બેન લગાવ્યો. અને હવે સંયુક્ત રાષ્ટ્ર અને ચીન સુધી આ મુદ્દો લડી લેવાનો પ્રયાસ કર્યો. પણ હકીકત તે પણ છે કે અમેરિકાથી લઇને ચીન સુધી તમામ મોટી સત્તાઓએ આ મામલે હજી સુધી કંઇ ના બોલી ભારતને મૂક સંમતિ આપી છે.
First published: August 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading