બીજી દુનિયા અને એલિયનનું રહસ્ય ખુલશે! અમેરિકા UFO પર કરશે મોટો ખુલાસો

બીજી દુનિયા અને એલિયનનું રહસ્ય ખુલશે! અમેરિકા UFO પર કરશે મોટો ખુલાસો
ખુલશે બીજી દુનિયા અને એલિયનનું રહસ્ય! અમેરિકા UFO પર કરશે મોટો ખુલાસો (ફોટો સૌજન્ય - (AFP))

અમેરિકામાં UFO જોવાની ઘટનાઓને લઇને દેશની જાસુસી એજન્સીના પ્રમુખ ટેન્શનમાં છે. તેને લઇને અમેરિકા (America)એક ઐતિહાસિક રિપોર્ટ જાહેર કરવા જઈ રહ્યું છે

  • Share this:
    વોશિંગ્ટન : અમેરિકામાં UFO જોવાની ઘટનાઓને લઇને દેશની જાસુસી એજન્સીના પ્રમુખ ટેન્શનમાં છે. તેને લઇને અમેરિકા (America)એક ઐતિહાસિક રિપોર્ટ જાહેર કરવા જઈ રહ્યું છે. જોકે રિપોર્ટ જાહેર કરવા માટે કોઇ વિશેષ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. જોકે સ્થાનીય મીડિયા આઉટલેટ્સનું માનવું છે કે 25 જૂન સુધી સાર્વજનિક કરવામાં આવી શકે છે.

    નેશનલ ઇન્ટેલિજેન્સ નિર્દેશકનું કાર્યાલય કોંગ્રેસ સામે રિપોર્ટ જાહેર કરશે. જેમાં અજ્ઞાત હવાઇ ઘટના (યૂએપી)ની તપાસ માટે ઓગસ્ટ 2020માં પેન્ટાગન દ્વારા સ્થાપિત અમેરિકી નૌસેનાના નેતૃત્વવાળી ટાસ્ક ફોર્સનું કામ સામેલ છે. હાલના વર્ષોમાં પેન્ટાગને નૌસેનાના એવિએટર્સના ઘણા વીડિયોની પ્રામાણિકતાની પૃષ્ટિ કરી છે. જે સામાન્ય માનવ જ્ઞાન માટે અજ્ઞાન ગતિ અને ગતિશીલતાને પ્રદર્શિત કરનારી રહસ્યમય હવાઇ ઘટના દેખાડી રહ્યા છે.



    આ પણ વાંચો- રાજ્યનું એકમાત્ર પોલીસ સ્ટેશન, જ્યાં લખ્યું છે શીતળા માતાજીનું નામ, લોકો રાખે છે માનતા અને બાધા!

    તમને જણાવી દઈએ કે અમેરિકામાં બે દશકમાં 120 વખત રહસ્યમયી યૂએફઓ જોવા મળ્યા છે. આ ઘટનાઓને લઇને અમેરિકી જાસુસી એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે આ મામલામાં ગંભીરતા લાવવાની જરૂર છે. જોકે અધિકારીઓનું એ પણ માનવું છે કે રશિયા કે ચીન દ્વારા જે રીતે હાઇપરસોનિક ટેકનિકમાં પ્રગતિ કરવામાં આવી રહી છે અને નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમાં એ પણ આશંકા છે કે કેટલીક હવાઇ ઘટનાઓ આ નવી ટેકનિકથી પ્રેરિત હોઈ શકે છે.

    અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા હાલમાં જ UFO જોવા મળવાના સમાચારને આશિંક રુપથી સાર્વજનિક કર્યો હતો. ટેન્શન એટલા માટે પણ વધી જાય છે કારણ કે કોઇ અન્ય દેશ તરફથી મોકલવામાં આવેલા જાસૂસી યાન પણ હોઇ શકે છે.
    Published by:Ashish Goyal
    First published:June 25, 2021, 15:26 IST

    ટૉપ ન્યૂઝ