Home /News /national-international /ગઈકાલ સુધી ગભરાયેલા અમેરિકાએ આખરે ચીની બલૂન પાડી દીધું! જાણો બાઇડેને શા માટે આદેશ આપ્યો?
ગઈકાલ સુધી ગભરાયેલા અમેરિકાએ આખરે ચીની બલૂન પાડી દીધું! જાણો બાઇડેને શા માટે આદેશ આપ્યો?
ચીનનું આ જાસૂસી બલૂન અમેરિકાએ પાડી દીધું છે.
Chinese Spy Balloon News: યુએસના પશ્ચિમી રાજ્ય મોન્ટાના પર ઉડતા એક શંકાસ્પદ ચાઇનીઝ જાસૂસ બલૂનને આખરે રાષ્ટ્રપતિ જો બિડેનની સૂચના પર ઠાર મારવામાં આવ્યો હતો. આને લઈને દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે અનેક વખત ઈન્કાર કર્યા બાદ એવું તો શું થયું કે અમેરિકી સરકારને ચાઈનીઝ બલૂનને મારવાની ફરજ પડી.
વોશિંગ્ટનઃ અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોન્ટાના પર ઉડતા એક શંકાસ્પદ ચીની જાસૂસી બલૂનને આખરે રાષ્ટ્રપતિ બિડેનની સૂચના પર ઠાર મારી પાડી દેવામાં આવ્યું છે. તેને લઈને દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, અનેક વખત ઈન્કાર કર્યા બાદ એવું તો શું થયું કે અમેરિકી સરકારને ચાઈનીઝ બલૂનને પાડવાની ફરજ પડી? બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ બાઇડેને આ ચાઈનીઝ બલૂનના સમાચાર લાંબા સમય સુધી લોકોથી છુપાવ્યા હતા. જો કે, થોડાં સમય પછી વહીવટીતંત્રે મીડિયાની સામે પુષ્ટિ કરી હતી કે, આ ચાઇનીઝ સર્વેલન્સ બલૂન યુએસની સંવેદનશીલ બેલિસ્ટિક મિસાઇલ્સ સાઇટ્સ પર ઉડી રહ્યું છે.
મીડિયામાં આ સમાચાર આવ્યા બાદથી વિપક્ષી પાર્ટી રિપબ્લિકન ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવા બદલ જો બાઇડેન પર સતત પ્રહારો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, 2024ની ચૂંટણીમાં નુકસાનને જોતા જો બાઇડેને બલૂન નીચે લાવવાનો નિર્ણય કર્યો. જો કે, તે પહેલાં અમેરિકી પ્રશાસને ચીની દૂતાવાસ પાસેથી ખુલાસો માંગ્યો હતો, જેનાથી તપાસ એજન્સીને સંતોષ થયો નહોતો. આ દરમિયાન બલૂન વોશિંગ્ટન તરફ જઈને ખંડીય યુ.એસ. ઉપર પૂર્વ તરફ ઉડી રહ્યું હતું. પૂર્વ સીઆઈએ અધિકારી વાઈલ્ડરે કહ્યું કે, ‘બલૂન જતું નથી. વળી, ચીન પાસે તેને પાછું ખેંચવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો.’
શનિવારની બપોર સુધીમાં બલૂન જમીનથી દૂર ગયા પછી અમેરિકાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તે આ સમગ્ર બાબત તેના હાથમાં લઈ રહ્યુ છે. તેના કેટલાક કલાક પછી જ અમેરિકી લડાકૂ વિમાને તેને દક્ષિણ કેરોલિનાના તટ પાસે પાડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને રાષ્ટ્રપતિ જો બાઇડનને સલાહ આપી હતી કે, કાટમાળ પડવાના સંભવિત જોખમને કારણે બલૂનને નીચે ન લાવવો જોઈએ. જો કે, એક તબક્કે અધિકારીઓ તેને નીચે લાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ પાછળથી તેના કદનું મૂલ્યાંકન કરતાં, તેમણે તારણ કાઢ્યું હતું કે, તે જમીનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર