Home /News /national-international /

ચાલુ SAARC બેઠકમાંથી ઉઠીને જતાં રહ્યાં સુષ્મા સ્વરાજ, પાક. વિદેશ મંત્રી ભડક્યા

ચાલુ SAARC બેઠકમાંથી ઉઠીને જતાં રહ્યાં સુષ્મા સ્વરાજ, પાક. વિદેશ મંત્રી ભડક્યા

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ

    ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ગુરુવારે ન્યૂયોર્કમાં SAARC મિટિંગ દરમિયાન પોતાના ભાષણમાં આતંકવાદને ખતમ કરવા માટે એક સાથે કામ કરવાની વાત ઉપર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, લોકોના આર્થીક વિકાસ, પ્રગતિ અને ક્ષેત્રીય સહયોગ માટે શાંતિ અને સુરક્ષાનો માહોલ ખુબ જ જરૂરી છે.

    પાકિસ્તાન ઉપર નિશાન સાધતા સ્વરાજે કહ્યું કે, " અમારા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદ એક માત્ર સૌથી મોટો ખતરો છે. એ જરૂરી છે કે આતંકવાદના મૂળને ઉખાડવા માટે કોઇ જ ભેદભાવ રાખ્યા વગર સમર્થન આપવું જોઇએ."



    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સુષમા સ્વરાજની મુલાકાત થઇ નથી. SAARCમાં સ્ટેટમેન્ટ આપ્યા પછી સુષમા સ્વરાજ ત્યાંથી ચાલ્યા ગયા હતા. અને તેમણે કુરેશીના સ્ટેટમેન્ટની રાહ પણ ન જોઇ. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.



    સુષમાએ આપ્યો વિશ્વાસ

    પાકિસ્તાન વિદેશમંત્રી કુરેશીએ કહ્યું કે, "અમારા બંને વચ્ચે મુલાકાત થઇ નથી. તેઓ (સુષમા સ્વરાજ) અધવચ્ચે જ ચાલ્યા ગયા. કયાદ તેઓ સારું અનુભવતા ન્હોતા. મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમણે ક્ષેત્રીય સહયોગની વાત કરી હતી. ક્ષેત્રીય સહયોગ કેવી રીતે સંભવ છે. જ્યારે બધા બેશીને વાત કરવા માટે તૈયાર છે પરંતુ તેઓ આમ નથી ઇચ્છતા."



    સમાચાર એજન્સી ANI પ્રમાણે સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે વિદેશ મંત્રી પહેલા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશમંત્રી બેટખમાંથી ચાલ્યા ગયા હતા. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ પોતાનું ભાષણ આપીને બેઠકમાંથી ચાલ્યા ગયા હતા. કારણ કે તેમને ભારતીય સમુદાયના સમૂહો અને દ્વિપક્ષીય વાર્તાઓમાં ભાગ લેવાનો હતો. ANI પ્રમાણે સુત્રોનું કહેવું છે કે, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બેઠકમાંથી ચાલ્યા જવા ઉપર પાકિસ્તાનના વિદેશમંત્રીની ટિપ્પણી ચોકાવનારી અને દુર્ભાગ્યપૂર્ણ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Blame, Indian foreing minister, Instability, Saarac meet, અમેરિકા, પાકિસ્તાન, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन