Home /News /national-international /

Michigan School Firing: મિશિગનનાં સ્કૂલમાં 15 વર્ષનાં વિદ્યાર્થીએ ચલાવી ગોળીઓ, 3નું મોત 8 ઘાયલ

Michigan School Firing: મિશિગનનાં સ્કૂલમાં 15 વર્ષનાં વિદ્યાર્થીએ ચલાવી ગોળીઓ, 3નું મોત 8 ઘાયલ

મિશિગનનાં સ્કૂલમાં 15 વર્ષનાં વિદ્યાર્થીએ ચલાવી ગોળીઓ (AP)

Michigan School Firing: મિશિગનમાં ઓક્સફોર્ડની એક હાઇ સ્કૂલમાં મંગળવારે બપોરે થયેલાં ગોળીબારમાં ત્રણ છાત્રોનું મોત થઇ ગયું છે. આઠ ઘાયલ થઇ ગયા છે. જે બાદ એક 15 વર્ષઇય યુવકને અટકાયતમાં લેવામાં આવ્યો છે. હુમલાખોર 15 વર્ષનો વિદ્યાર્થી છે જે તે જ સ્કૂલમાં ભણે છે. ઓકલેન્ડ કાઉન્ટી અંડરશેરિફ માઇકલ જી. મેકકેબ મુજબ, માર્યા ગયેલાં ત્રણ છાત્રમાં એક 16 વર્ષનો યુવક, એક 14 વર્ષની યુવતી અને એક 17 વર્ષની યુવતી શામેલ છે.

વધુ જુઓ ...
    વોશિંગટન: અમેરિકાનાં મિશિગન (Michigan)માં એક હાઇ સ્કૂલમાં મંગળવારનાં અંધાધુન ગોળીબાર થયો. એક 15 વર્ષિય વિદ્યાર્થીએ કથિત રીતે ગોળીઓ ચલાવી. જેમાં ત્રણ અન્ય વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. તો ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. પોલીસે 15 વર્ષનાં હુમલાખોરની અટકાયત કરી છે જે તે જ સ્કૂલમાં ભણતો હતો. તેની પાસેથી પોલીસે એક હેન્ડગન (Handgun) પણ જપ્તે કરી લીધી છે.વોશિંગટન: અમેરિકાનાં મિશિગન (Michigan)માં એક હાઇ સ્કૂલમાં મંગળવારનાં અંધાધુન ગોળીબાર થયો. એક 15 વર્ષિય વિદ્યાર્થીએ કથિત રીતે ગોળીઓ ચલાવી. જેમાં ત્રણ અન્ય વિદ્યાર્થીઓનાં મોત થઇ ગયા છે. તો ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. પોલીસે 15 વર્ષનાં હુમલાખોરની અટકાયત કરી છે જે તે જ સ્કૂલમાં ભણતો હતો. તેની પાસેથી પોલીસે એક હેન્ડગન (Handgun) પણ જપ્તે કરી લીધી છે.

    આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

    ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ કાર્યાલય (Oakland County Sheriff's Office)એ એક નિવેદનમાં કહ્યું કે, ઓક્સફોર્ડ હાઇ સ્કૂલ (Oxford High School)માં બપોર બાદ થયેલાં હુમલામાં એક શિક્ષક સહિત છ અન્ય લોકો ઘાયલ છે. ડેટ્રોઇટ (Detroit)થી આશરે 40 મીલ (65 કિલોમિટર) ઉત્તરમાં એક નાનકડાં હેર ઓક્સફોર્ડમાં હુમલાની ઘટના બની છે. હજુ સુધીતે પાછળનું કારણ જાહેર થયુ નથી.

    ઓકલેન્ડ કાઉન્ટી અંડરશેરિફ માઇકલ જી. મેકકેબે મુજબ માર્યા ગયેલાં ત્રણ વિદ્યાર્થીઓમાં એક 16 વર્ષિય યુવક, એક 14 વર્ષિય યુવતી અને એક 17 વર્ષિય યુવતી શામેલ છે. મેકકેબે કહ્યું કે, આઠ અન્ય લોકોને ગોળી લાગી છે. જેમાંથી એક શિક્ષક છે. તેમાંથી છ લોકોની હાલત સ્થિર છે.

    આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

    15-20 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી- અધિકારીઓએ સ્કૂલમાં ઘણી ખાલી કારતૂસ પણ મળી છે. એવું માનવામાં આવે છે કે, 15-20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે. સંદિગ્ધે બોર્ડ આર્મર નહોતું પહેર્યું. પોલિસ વિભાગ અનુસાર આ ઘટનામાં હુમલાખોર એકલો જ હતો. ગોળી કેમ ચલાવી તે અંગે હાલમાં તપાસ જાહેર છે.

    આ પણ વાંચો-જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

    60 એમ્બ્યુલેન્સથી થયુ રેસ્ક્લૂ ઓપરેશન- રોચેસ્ટર હિલ્સ ફાયર ડિપાર્ટમેન્ટથી જન સૂચના અધિકારી જોન લાઇમેન અનુસાર, આશરે 25 એજન્સીઓ આશરે 60 એમ્બ્યુલેન્સે તુરંત જ બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. પોલીસ મેકકેબે કહ્યું કે, હાલમાં આ અંગે કંઇ જ માલૂમ નથી થયું. માર્યા ગયેલાં ત્રણ વિદ્યાર્થીઓને નિશાનો બનાવવામાં આવ્યો હતો કે નહીં. તેણે કહ્યું કે, 'અમે આ સુનિશ્ચિત કરવામાં હાઇ સ્કૂલનાં ત્રણ સ્વીપ કર્યું છે. કોઇ અન્ય પીડિત ન હોય, અમે તેની તપાસ કરી રહ્યાં છે.'

    2021માં સૌથી ઘાતક સ્કૂલ શૂટિંગ- એવરીટાઉન ફોન ગન સેફ્ટી અનુસાર, આ વર્ષની સૌથી ઘાતક સ્કૂલ શૂટિંગ હતી. એવરીટાઉન દ્વારા જણાવવામાં આવેલાં આંકડા અનુસાર, મંગળવારની ઘટના પહેલાં 2021માં સંયુક્ત રાજ્યભરનાં સ્કૂલોમાં 138 ગોળીબાર થયો હતો. તે ઘટનાઓમાં 26 મોત થયા છે. પણ દર વખતે મોત નથી થઇ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Firing in School, Michigan high school, અમેરિકા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन