મહિલા શિક્ષકે ઠપકો આપ્યો તો પહેલા ધોરણમાં ભણતા બાળકે ગોળી મારી દીધી
બાળકે શિક્ષકને મારી દીધી ગોળી
ગોળીબારની આ ઘટનામાં હોસ્પિટલમાં ભરતી શિક્ષિકાને જીવલેણ ઈજા થઈ છે. જ્યાં ડોક્ટર દ્વારા તેને બચાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યા અનુસાર, શિક્ષિકાના ઠપકા બાદ ધોરણ 1માં ભણતા બાળકે તેના પર ગોળી ચલાવી હતી.
વોશિંગટન: અમેરિકાના વર્જીનિયામાં આવેલી એક સ્કૂલમાં છ વર્ષના બાળકે પોતાની શિક્ષિકાને ગોળી મારી દીધી છે. બીબીસીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસે અમેરિકી રાજ્ય વર્જીનિયાના ન્યૂટન ન્યૂઝ વિસ્તારમાં શિક્ષિકાને ગોળી માર્યા બાદ એક છ વર્ષના બાળકની અટકાયત કરી છે. ચીફ સ્ટીવ ડ્રુએ કહ્યું કે, ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના રિચનેક એલીમેન્ટ્રી સ્કૂલમાં સ્થાનિક સમયાનુસાર, બપોરે બે કલાક બાદ ગોળીબાર થયો હતો. એ સ્પષ્ટ નથી કે, બાળક પાસે બંદૂક કેવી રીતે આવી, પણ અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટના એક એક્સીડેંટલ શૂટીંગ નહોતું.
ગોળીબારની આ ઘટનામાં હોસ્પિટલમાં ભરતી શિક્ષિકાને જીવલેણ ઈજા થઈ છે. જ્યાં ડોક્ટર દ્વારા તેને બચાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યા અનુસાર, શિક્ષિકાના ઠપકા બાદ ધોરણ 1માં ભણતા બાળકે તેના પર ગોળી ચલાવી હતી. અધિકારીઓએ આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારનું નામ જણાવ્યું નથી. પણ કહ્યું કે, બાળકે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. તો વળી સ્કૂલના જિલ્લા હેડ ડોક્ટર જોર્જ પાર્કરે કહ્યું કે, અધિકારી કોઈ પણ આવી ઘટના પર ધ્યાન આપશે, જે ઘટનાનું કારણ હોઈ શકે છે. તેમણે આગળ કહ્યું કે, આ નક્કી કરવા માગે છે કે, આવી ઘટના ફરી વાર ન ઘટે.
આ ઘટના પર વર્જિનિયાના ગવર્નર ગ્લેન યંગકિને કહ્યું કે, તેમણે સ્થાનિક અધિકારીઓની મદદની અપીલ કરી છે. આ કહેતા તેમણે પ્રશાસનને કોઈ પણ પ્રકારની મદદ માટે તૈયાર હોવાની ખાતરી આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, હું સ્થિતી પર નજર રાખી રહ્યો છું અને તમામ વિદ્યાથી અને સમુદાયને નિરંતર સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. આપને જણાવી દઈએ કે, ન્યૂટન ન્યૂઝ લગભગ 1 લાખ 80 હજાર લોકોનું શહેર છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર