Home /News /national-international /

'અંતરિક્ષનો કાટમાળ ચિંતાનો વિષય પરંતુ ભારતની સાથે ઊભું છે અમેરિકા'

'અંતરિક્ષનો કાટમાળ ચિંતાનો વિષય પરંતુ ભારતની સાથે ઊભું છે અમેરિકા'

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પ્રવક્તાએ પણ કહ્યું કે અમેરિકા અંતરિક્ષ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની સાથે સહયોગ ચાલુ રાખશે

    ભારત દ્વારા કરવામાં આવેલા એન્ટી-સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ ણર અમેરિકાએ સ્પેસમાં જમા થનારા કાટમાળને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યું કે, અંતરિક્ષમાં સતત વધી રહેલો કાટકાળ અમારા માટે ચિંતાનો વિષય છે. જોકે, અમેરિકન પ્રવક્તાએ પણ કહ્યું કે અમેરિકા અંતરિક્ષ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની સાથે સહયોગ ચાલુ રાખશે. અંતરિક્ષમાં સુરક્ષાને લઈને પણ અમેરિકા હંમેશા ભાતરની સાથે ઊભું રહેશે.

    જોકે, વિદેશ મંત્રાલયે કહ્યું કે ટેસ્ટ પૃથ્વીના નીચલા વાતાવરણમાં કરવામાં આવ્યું હતું જેથી અંતરિક્ષમાં કાટકાળની સમસ્યા ઊભી ન થાય. તેઓએ કહ્યું કે, જે પણ કાટકાળ તેના કારણે જમા થયો છે તે ધીમે ધીમે ખતમ થઈ જશે અને થોડાક જ સપ્તાહમાં ફરી પૃથ્વી પર આવી જશે.

    આ પણ વાંચો, આ દેશો પાસે છે, એન્ટિ સેટેલાઇટ હથિયારની ટેકનિક

    A-SAT મિસાઇલ ટેસ્ટને લઈને ડીઆરડીઓના ચેરમેન જીએસ રેડ્ડીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, A-SAT મિસાઇલ તમામ લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ્સને ટાર્ગેટ કરવામાં સક્ષમ છે. પરંતુ એક જવાબદાર દેશ તરીકે અમે માત્ર લો ઓલ્ટીટ્યુડ વાળા સેટેલાઇટની પસંદગી કરી જેથી તમામ સ્પેસ અસેટ સુરક્ષિત છે અને કાટમાળ ઝડપથી ક્ષીણ થઈ જશે.

    મૂળે, બુધવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારતે એન્ટી-સેટેલાઇટ મિસાઇલ દ્વારા અંતરિક્ષમાં પોતાનો એક સેટેલાઇટ તોડી પાડ્યો છે. ત્યારબાદ ભારત આવી ક્ષમતા ધરાવનારા અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બની ગયો છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: DRDO, અમેરિકા, ઇસરો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन