Home /News /national-international /Maryland Mass Shooting: અમેરિકાના મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ગોળીબાર; ત્રણ બાળક સહિત પાંચ લોકોની હત્યા

Maryland Mass Shooting: અમેરિકાના મેરિલેન્ડમાં ઘરમાં ઘૂસી ગોળીબાર; ત્રણ બાળક સહિત પાંચ લોકોની હત્યા

મેરિલેન્ડમાં ગોળી મારીને દંપતી સહિત બાળકોની હત્યા કરવામાં આવી છે - ફાઇલ તસવીર

Maryland Mass Shooting: અમેરિકાના મેરિલેન્ડમાં એક ઘરમાં ગોળીબાર કરી ત્રણ બાળક સહિત દંપતીની હત્યા કરવામાં આવી છે. તેટલું જ નહીં, 911 પર ફોન કરી આ શખસે ઘરેથી ગોળીબારની સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી છે.

    મેરિલેન્ડઃ અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. જેમાં મેરિલેન્ડમાં શુક્રવારે એક ઘરમાં ઘૂસીને 5 લોકોની હત્યા કરવામાં આવી છે. એક મહિલા, એક પુરુષ સહિત 3 બાળકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. એટલું જ નહીં, 911 પર ફોન કરીને તે શખસે પોલીસને ગોળીબારની ઘટના વિશે જાણકારી આપી હતી.

    ત્રણ બાળક અને દંપતીની હત્યા


    સેસિલ કાઉન્ટીના શેરિફ સ્કોટ એડમ્સે જણાવ્યુ હતુ કે, ઇલ્ક મિલ્સ સ્થિત બે માળના ઘરમાં સવારે એક મહિલા, એક પુરુષ અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ ત્રણેય ક્રમશ) 5મા, 7મા અને 8મા ધોરણમાં ભણતા હતા. અધિકારીઓએ મૃતકોની ઓળખ જાહેર નહોતી કરી, પરંતુ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે બધા સુરક્ષિત છે.

    આ પણ વાંચોઃ અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર જેવી ઘટનાઓ હવે અટકશે

    સેસિલ કાઉન્ટીમાં આવી ઘટના નાની વાત નથીઃ અધિકારી


    બાલ્ટીમોરના ઉત્તર-પૂર્વમાં અંદાજે 97 કિલોમીટર અને ડેલાવેયર સ્ટેટ લાઇનના કેટલાક મીલ પશ્ચિમમાં જંગલ વિસ્તારથી ઘેરાયેલા ઘરોના એક વિસ્તાર કુલ-ડી-સૈકમાં થઈ હતી. એડમ્સે કહ્યુ હતુ કે, આ એક ભયાનક દિવસ છે. આ ઘટનાથી ચિંતિત અને પરેશાન લોકો સતત મને ફોન કરી રહ્યા છે. આ એક દુઃખની વાત છે અને આવી ઘટના સેસિલ કાઉન્ટીમાં બને તે નાની વાત નથી. આ ઘટના ખરેખર દુઃખદ અને ભયાનક છે.

    આ પણ વાંચોઃ USAના ફિલાડેલ્ફિયામાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર

    હત્યા કરવાનું કારણ અકબંધ


    અન્ય એક અધિકારીએ કહ્યુ હતુ કે, સવારે 9 વાગ્યે એક વ્યક્તિ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. જેણે કહ્યુ હતુ કે, ત્રણ બાળક સહિત એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ બાળક, એક મહિલા સહિત અન્ય એક વ્યક્તિ પણ મૃત મળ્યો હતો. મૃતક વ્યક્તિ પાસે એક સેમી ઓટોમેટિક હેન્ડગન પડી હતી. જો કે, હજુ સુધી હત્યા કેમ કરવામાં આવી છે તે અંગે કોઈ વિગત બહાર આવી નથી. આ મામલે શેરિફે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

    બાળકો રજાઓ પડતા હોસ્ટેલથી આવ્યા હતા


    અધિકારીઓએ આ મામલે કહ્યુ હતુ કે, ઘરમાં અલગ અલગ જગ્યાએ મૃતદેહ પડ્યા હતા. ત્યાં ટોમ ડ્રિસ્કોલ નામના એક પાડોશીએ કહ્યુ હતુ કે, છેલ્લા 5 વર્ષથી અહીં આ દંપતી ત્રણ બાળક સાથે રહેતું હતું. તેમના બાળકો તો મોટેભાગે હોસ્ટેલમાં રહેતા હતા. ક્રિસમસ કે અન્ય કોઈ રજાના દિવસે તેઓ આવતા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, ત્રણ બાળકમાં બે દીકરી અને એક દીકરો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Firing, Latest firing news, Murder news

    विज्ञापन
    विज्ञापन