US: ટેક્સાસનાં ચર્ચમાં પ્રાર્થના દરમિયાન ફાયરિંગ 27નાં મોત

Network18 | News18 Gujarati
Updated: November 6, 2017, 12:52 PM IST
US: ટેક્સાસનાં ચર્ચમાં પ્રાર્થના દરમિયાન ફાયરિંગ 27નાં મોત
અમેરિકાનાં ટેક્સાસમાં એક ચર્ચની અંદર ફાયરિંગની ઘટના સામે આવી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. સોર્સિસની માનીયે તો હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે
Network18 | News18 Gujarati
Updated: November 6, 2017, 12:52 PM IST
અમેરિકાનાં ટેક્સાસમાં એક ચર્ચની અંદર ફાયરિંગની ઘટના સામે આવી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ છે. સોર્સિસની માનીયે તો હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.



અમેરિકન મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, સાઉથ ટેક્સાસનાં એક બેંપ્ટિસ્ટ ચર્ચમાં થયેલાં ફાયરિંગમાં હુમલાવર માર્યો ગયો છે. ચર્ચની આસ-પાસ પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે.

સેન એન્ટિનિયો અને દક્ષિણ પૂર્વમાં સુદરલેન્ડ સ્પ્રિંગ્સનાં ફર્સ્ટ બેપ્ટિસ્ટ ચર્ચમાં ફાયરિંગ ત્યાંનાં સમય મુજબ બપોરે ત્રણ વાગે થયુ હતું. જ્યારે ભારતીય સમય અનુસાર ત્યારે રાત્રીનાં બાર વાગ્યા હતા. ઘાયલમાં બે વર્ષનું એક બાળક પણ સામેલ છે. FBI આ ઘટનામાં અન્ય અપરાધિયો શામેલ થવાની તપાસ કરી રહી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ દુર્ધટના પર દુ:ખ જાહેર કર્યુ છે. તેમણે લખ્યું કે, અમે પીડિત પરિવાર માટે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.





ઉલ્લેખનીય છે કે ગત એક મહિનામાં અમેરિકામાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. આ પેહલાં લાસ વેગાસ અને મેનહટનમાં પણ ફાયરિંગ થયુ હતું
First published: November 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर