વૉશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને મોટી રાહત મળી છે. અમેરિકન સેનેટ (US Senate)એ બુધવારે ટ્રમ્પને મહાભિયોગ (Impeachment)ના તમામ આરોપથી મુક્ત કરી દીધા છે. સેનેટે સત્તાનો દુરુપયોગના આરોપને 52-48ના અંતરથી કૉંગ્રેસની કાર્યવાહી કરવાના આરોપને 53-41 વોટના અંતરથી ફગાવી દીધા છે.
નોંધનીય છે કે, 100 સભ્યની સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની પાસે 53 સીટો છે અને ડેમોક્રેટિક પાર્ટી પાસે 47 સીટ છે.
આ પહેલા, રિપબ્લિકન પાર્ટીના બહુમતવાળા અમેરિકન સેનેટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગ કેસ માટે નવા સાક્ષીઓ અને દસ્તાવેજોને રજૂ કરનારા વિપક્ષી ડેમોક્રેટ્સના પ્રસ્તાવને શુક્રવારે સામાન્ય અંતરથી ફગાવી દીધો હતો.
ટ્રમ્પ પર પોતાના પદના દુરુપયોગ કરવા અને કૉંગ્રેસને અડચણ પહોંચાડવાના આરોપમાં ડિસેમ્બરમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડેમોક્રેટિક પાર્ટીના બહુમતવાળા નીચલા ગૃહ પ્રતિનિધિ સભા (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ)એ ટ્રમ્પ પર આ આરોપમાં મહાભિયોગ ચલાવ્યો હતો.