ચીનનો કોરોના વાયરસ અમેરિકા પહોંચ્યો, સામે આવ્યો પહેલો કેસ, ભારતમાં પણ એલર્ટ

News18 Gujarati
Updated: January 22, 2020, 9:05 AM IST
ચીનનો કોરોના વાયરસ અમેરિકા પહોંચ્યો, સામે આવ્યો પહેલો કેસ, ભારતમાં પણ એલર્ટ
કોરોના વાયરસથી ચીનમાં 9 લોકોનાં મોત બાદ ભારતમાં પણ એલર્ટ, જાણો કોરોના વાયરસના લક્ષણ

કોરોના વાયરસથી ચીનમાં 9 લોકોનાં મોત બાદ ભારતમાં પણ એલર્ટ, જાણો કોરોના વાયરસના લક્ષણ

  • Share this:
વૉશિંગટન : ચીન (China)માં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાયરલ (Coronavirus) ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયા છે અને 440 લોકો તેનાથી પ્રભાવિત છે. આ વાયરસ ચીનના વુહાન (Wuhan) શહેરથી ફેલાઈને હવે અમેરિકા સુધી પહોંચી ગયો છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાયરસનો પહેલો કેસ નોંધાયો હોવાનો જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, પીડિતની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા (America) આવ્યો છે. જોકે, તે વુહાનના સીફુડ બજારમાં નહોતો ગયો જે વાયરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે, વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતમાં પણ એલર્ટ

આ વાયરસને ધ્યાને લઈ ભારતમાં પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એડવાઇઝરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરપોર્ટ્સને ચીનથી આવતાં મુસાફરોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસના સ્ક્રીનિંગ માટે તમામ એરપોર્ટ્સને તાત્કાલીક લૉજિસ્ટિક સપોર્ટની વ્યવસ્થા ઊભી કરવા માટે કહેવામાં આવ્યું છે. જે મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં હોંગકોંગથી ભારત પહોંચનારા પ્રવાસી પણ સામેલ છે.

કોરોના વાયરસના શું છે લક્ષણ?

WHO મુજબ, કોરોના વાયરસ સી-ફૂડથી જોડાયેલો છે. કોરોના વાયરલ વિષાણુઓના પરિવારનો છે અને તેનાથી લોકો બીમાર પડી રહ્યા છે. આ વાયરસના કારણે દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા પ્રારંભિક લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ તે લક્ષણ ન્યૂમોનિયમાં ફેરવાઈ જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે. હજુ સુધી આ વાયરસનો સામનો કરવા કોઈ વૅક્સીન નથી બની.

સાર્સ શું છે?WHO મુજબ, સાર્સ શ્વાસની એક બીમારી છે, જે કોરોના વાયરસથી થાય છે. કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. તે વાયરસ ઊંટ, બિલાડી કે ચામાચીડિયા સહિત અનેક પશુઓમાં પણ પ્રવેશ કરી રહી છે.

આ પણ વાંચો, દુબઈમાં 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી સરપંચની ચૂંટણી લડવા પહોંચી ગામની 'પુત્રવધૂ'
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर