જેરુસલેમ પર ટ્રમ્પની જાહેરાત પછી ભડકી હિંસા, UNએ બોલાવી બેઠક

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલની રાજધાની તરીકે જેરુસલેમને જાહેર કરી કર્યા બાદ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલની રાજધાની તરીકે જેરુસલેમને જાહેર કરી કર્યા બાદ

  • Share this:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલની રાજધાની તરીકે જેરુસલેમને જાહેર કરી કર્યા બાદ ગઝા પટ્ટી અને ઈઝરાઈલી કબજા વાળા વેસ્ટ બેંકમાં હિંસા ભડકી ગઈ હતી. વેસ્ટ બેંકમાં જ્યાં સેંકડો ફલસ્તની પ્રદર્શનકારીઓની ઈઝરાયલી જવાનો સાથે અથડામણ થઈ જ્યારે બીજી તરફ ગઝામાં કાર્યકર્તાઓએ ટ્ર્મ્પના પોસ્ટરો પણ બાળ્યાં.

ઈઝરાયેલી જવાનો પર પથ્થર મારો

ગઝાનું પ્રશાસન ચલાવી રહેલ ઉગ્રવાદી સંગઠન હમાસના નેતાએ ગુસ્સો જાહેર કરવા માટે નવા સૈન્ય આંદોલનનું આહવાન કર્યું. પ્રદર્શનકારીઓએ અમેરિકી અને ઈઝરાયેલી ઝંડા પણ બાળ્યા હતાં. પશ્ચિમી કિનારે પ્રદર્શકારીઓની ભીડે ટાયરોમાં આગ લગાવી દીધી અને ઈઝરાયેલી જવાનો પર પથ્થર મારો કર્યો. બેથલહમમાં ભીડને અસ્તવ્યસ્ત કરવા માટે વોટર કેનન અને આંશુ ગેસ છોડવો પડ્યો હતો.

ઘણાં દેશોએ કરી ટ્રમ્પની નિંદા

ટ્રમ્પની આ જાહેરાતની થોડા દેશોએ ઘણી નિંદા કરી છે. અમેરિકાના કેટલાક સહયોગીઓ અને ભાગીદારોએ આ વિવાદાસ્પદ નિર્ણયની નિંદા કરી છે. તુર્કિના રાષ્ટ્રપતિ રજવ તયબ અર્દોગાનને કહ્યું કે આનાથી ક્ષેત્ર આગના ગોળામાં ફેરવાઈ જશે.

ઈઝરાયલના વડાપ્રધાને નિર્ણયને કહ્યો ઐતિહાસિક

ઈઝરાયલી વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહે ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને અન્ય દેશોને પણ આનું અનુકરણ કરવાનું કહ્યું. જ્યારે ફલસ્તાની રાષ્ટ્રપતિ મબેમુદ અબ્બાદે કહ્યું કે ટ્રમ્પનું આ પગલું અમેરિકાના પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવાના પારંપરિક ભૂમિકા માટે અયોગ્ય છે.

યુએનએ બોલાવી બેઠક

જર્મનીએ પણ કહ્યું કે તેઓ ટ્રમ્પના આ નિર્ણયને સમર્થન નથી આપતા. ટ્રમ્પની જાહેરાતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શુક્રવારે એક બેઠક બોલાવી છે.
First published: