US પ્રેસિડેન્શલ ડિબેટઃ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- ભારતની હવા ખૂબ જ ખરાબ

News18 Gujarati
Updated: October 27, 2020, 11:49 AM IST
US પ્રેસિડેન્શલ ડિબેટઃ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- ભારતની હવા ખૂબ જ ખરાબ
પ્રેસિડેન્શલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનની વચ્ચે કોરોના વેક્સીનને લઈ ચર્ચા જોવા મળી. (Photo: AFP)

પ્રેસિડેન્શલ ડિબેટ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે Climate Change સામેની લડાઈમાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે અમેરિકા (America)માં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી (Presidential elections)ને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) અને જો બાઇડન (Joe Biden)એ મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેક્સીન (Coronavirus vaccine) આવવાની છે. તેમણે કહ્યું કે હું હૉસ્પિટલમાં હતો અને અને તે મારી પાસે હતી. પ્રેસિડેન્શલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે કહ્યું કે જળવાયુ પરિવર્તન (Climate Change)ને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે. ડિબેટમાં ટ્રમ્પ અને બાઇડનની વચ્ચે ઉત્તર કોરિયાને લઈ ઉગ્ર ચર્ચા જોવા મળી. ટ્રમ્પે કહ્યું કે આપણે ઉત્તર કોરિયાની સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં નથી. આપણા તેમની સાથે સારા સંબંધ છે. તેની પર બાઇડને વળતો હુમલો કર્યો. તેઓએ કહ્યું કે હિટલરના યૂરોપ પર હુમલા કરતાં પહેલા પણ આપણી સાથે સારા સંબંધ હતા.

આ પણ વાંચો, IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિતવેક્સીનને લઈ કર્યા એક-બીજા પર આક્ષેપ

ડિબેટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાની પાસે ટૂંક સમયમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ હશે. જ્યારે બાઇડેને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-19 સામે લડવા માટે કોઈ પ્લાન નથી. બાઇડેને કહ્યું કે કોવિડ-19થી થયેલા મોત માટે જવાબદાર વ્યક્તિને રાષ્ટ્રપ્રમુખ ન રાખવા જોઈએ. તેઓએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે.

આ પણ વાંચો, Indian Navyની વધી તાકાત, બેડામાં સામેલ થયું Made In India જંગી જહાજ INS Kavaratti

કોરોના વાયરસને ગણાવી ચીનની ભૂલ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક ભૂતિયા શહેરમાં બદલાઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે દેશને બંધ ન કરતાં તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેતા .કોરોના વાયરસથી અમેરિકામાં થયેલા મોત પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મારી ભૂલ નથી, આ જો બાઇડનની પણ ભૂલ નથી, આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી.
Published by: Mrunal Bhojak
First published: October 23, 2020, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading