Home /News /national-international /કોરોના, આતંકવાદ, લોકતંત્ર, સંયુક્ત રાષ્ટ્ર... પીએમ મોદીની UNGA સંબોધનની 10 મોટી વાતો

કોરોના, આતંકવાદ, લોકતંત્ર, સંયુક્ત રાષ્ટ્ર... પીએમ મોદીની UNGA સંબોધનની 10 મોટી વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરી રહ્યા છે.

PM Modi Speech in UN General Assembly:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

  નવી દિલ્હી: શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra Modi)એ કોવિડ -19 (Covid-19) મહામારીમાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સત્રને સંબોધતા પીએમ મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રનું પ્રમુખપદ સંભાળવા માટે અબ્દુલ્લા શાહિદ (Abdullah Shahid)ને અભિનંદન આપ્યા.

  સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારીને કારણે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, 'છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ છેલ્લા 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે આવા ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

  UNGAમાં PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

  • છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષમાં સૌથી મોટી રોગચાળાનો સામનો કરી રહ્યું છે. હું એવા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે આવા ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

  • હું એવા દેશનું પ્રતિનિધિત્વ કરું છું કે જેણે મધર ઓફ ડેમોક્રેસીનું ગૌરવ મળ્યું છે. આપણી પાસે લોકશાહીની હજારો વર્ષની મહાન પરંપરા છે. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે તેની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો.

  • આપણી વિવિધતા એ આપણી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ કે જેમાં ડઝન કરતા પણ વઘુ ભાષાઓ, સેંકડો બોલી રહેવાની જુદી જુદી આદતો, અલગ-અલગ ખાણી -પીણીનો સમાવેશ થાય છે. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે.

  • આ ભારતની લોકશાહીની તાકાત છે કે એક નાનું બાળક જેણે એક સમયે રેલવે સ્ટેશનના ચાના સ્ટોલ પર તેના પિતાની મદદ કરી હતી તે આજે ભારતના વડાપ્રધાન તરીકે ચોથી વખત UNGA ને સંબોધિત કરી રહ્યા છે.

  • ભારતની રસી વિતરણ પ્લેટફોર્મ એક જ દિવસમાં લાખો રસી ડોઝ સંચાલિત કરવા માટે ડિજિટલ સહાય પૂરી પાડે છે. હું યુએનજીએને જાણ કરવા માંગુ છું કે, ભારતે વિશ્વની પ્રથમ ડીએનએ રસી વિકસાવી છે જે 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવી શકે છે.

  • ભારતમાં વૈજ્ઞાનિકો પણ રસીના ઉત્પાદનમાં રોકાયેલા છે. માનવતા પ્રત્યેની પોતાની જવાબદારીને સમજીને ભારતે ફરી એક વખત વિશ્વના જરૂરિયાતમંદોને રસી આપવાનું શરૂ કર્યું છે. આજે હું વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા આમંત્રણ આપું છું.

  • પ્રદૂષિત પાણીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશોમાં એક મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારનો સામનો કરવા માટે, અમે 170 મિલિયનથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે એક વિશાળ અભિયાન ચલાવામાં આલી રહ્યા છે.

  • પીએમ મોદીએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું, 'આપણે ત્યાં પણ સાવચેત રહેવું જોઈએ કે, કોઈ પણ દેશ નાજુક પરિસ્થિતિને પોતાના સ્વાર્થના સાધન તરીકે વાપરવાનો પ્રયાસ ન કરે.

  • આપણા મહાસાગરો પણ આપણી સામાન્ય ધરોહર છે, તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે, આપણે સમુદ્રી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ અને તેનો દુરુપયોગ નહીં કરીએ. આપણા સમુદ્ર પણ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે.

  • પીએમ મોદીએ ચીન ઉપર પણ ઇશારો ઇશારોમાં જોરદાર પ્રહાર કર્યો હતો. સમુદ્ર દ્વારા વેપારનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે સમુદ્ર આપણી ભેગી વિરાસત છે. જેથી આપણે ધ્યાન રાખવું પડશે કે સમુદ્રના સંશોધનોનો પ્રયોગ કરે તેનો દુષ્પ્રયોગ ના કરે. સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન છે અને તેને વિસ્તારવાદની લડાઇથી બચવું પડશે.

  Published by:kuldipsinh barot
  First published:

  Tags: General assembly, Pm narendr modi, PM નરેન્દ્ર મોદી, UNGA

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन