Home /News /national-international /Opinion: 'હાઉડી મોદી'થી ભારતની છબિ વધુ મજબૂત થશે, ટ્રમ્પ પણ જોઈ રહ્યા છે પોતાનો ફાયદો

Opinion: 'હાઉડી મોદી'થી ભારતની છબિ વધુ મજબૂત થશે, ટ્રમ્પ પણ જોઈ રહ્યા છે પોતાનો ફાયદો

હ્યૂસ્ટનમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (Twitter/Narendra Modi)

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી પ્રભાવશાળી પૈકીના એક ભારતીય સમુદાયને પ્રભાવિત કરવા માંગે છે

(કલ્યાણી શંકર)

અમેરિકાના હ્યૂસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'હાઉડી મોદી' (Howdy Modi) ઇવેન્ટ ભારતીય પ્રવાસીઓને આકર્ષવાનો વધુ એક પ્રયાસ છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) દુનિયાભરમાં પ્રવાસી ભારતીયોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે અને અમેરિકામાં પણ આવું જ થઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય મૂળ તાકાતવાન સમુદાય પૈકી એક છે. તેથી વડાપ્રધાન મોદી (PM Modi) પોતાના માટે અને ભારત માટે તેમનું સમર્થન મેળવે તે સ્વાભાવિક છે.

જોવા જઈએ તો આ પીએમ મોદી (PM Modi)નું સીક્રેટ હથિયાર છે. છેલ્લા પાંચ વર્ષમાં તેઓ જે દેશમાં પણ ગયા હોય, ત્યાં તેઓએ એક સારો માહોલ બનાવવા અને દેખાડવા માટે તેનો ઉપયોગ કર્યો છે. બીજી તરફ, વીઝા નિયમોમાં ઢીલ આપીને તેઓએ ભારતીય પ્રવાસીઓને ખુશ કર્યા છે. ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અને ઓસીઆઈ તથા પીઆઈઓ કાર્ડને મેળવીને તેઓએ પ્રવાસીઓને રાહત આપી છે.

ગયા મહિને જ્યારે પેરિસમાં જી-7 સમિટની સાથોસાથ પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મુલાકાત થઈ હતી, ત્યારે મોદીએ તેમને હાઉડી મોદી કાર્યક્રમમાં આવવા માટે કહ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમામં આવવા પાછળ તેમના પોતાના ફાયદા છે. તમામ જાણે છે કે આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. એવામાં કાર્યક્રમમાં આવીને તેઓ ભારતીય સમુદાયને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે.

ભારતીય સમુદાય પર ટ્રમ્પની નજર

એક રીતે જોઈએ તો હાઉડી મોદી કાર્યક્રમ મોદી અને ટ્રમ્પ બંને માટે એક ફાયદાનો સોદો છે. મોદી માટે જોઈએ તો અહીં દુનિયાના સૌથી તાકાતવાન નેતાની સાથે મંચ શૅર કરશે. અહીં તેઓ પોતાના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને વધારી શકશે. અહીં તેમને કાશ્મીર મુદ્દે પણ થોડી રાહત મળી શકે છે. જો કે પાકિસ્તાન અને ઈમરાન ખાન પહેલા પણ ઉઠાવતા રહ્યા છે અને આ મહિને યૂએન જનરલ ઍસૅમ્બલીમાં ઉઠાવી શકે છે.

ટ્રમ્પની નજર આગામી વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર લાગી છે. તેના માટે શક્ય એટલું વધુ સમર્થન ઈચ્છે છે. તે આ કાર્યક્રમમાં સૌથી પ્રભાવશાળી ભારતીય સમુદાયને પ્રભાવિત કરવા માંગે છે. અમેરિકામાં હાલમાં થયેલા ઑપિનિયન પૉલમાં ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા તેમના માટે ચિંતાની વાત છે, જેને તેઓ દૂર કરવા માંગે છે.

ટ્રમ્પ આ ભારતીય અમેરિકોના સમર્થન ઉપરાંત ડૉનેશનની પણ આશા સેવી રહ્યા છે. ભારતીય સમુદાયે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ક્રાંતિથી અમેરિકામાં સંપત્તિ બનાવી છે. અમેરિકામાં તે ચીન અને ફિલિપાઇન્સ બાદ ભારતીય લોકોના સમૂહ ત્રીજા સૌથો મોટો એશિયન સમૂહ છે.

પ્રવાસી ભારતીયોને કેમ આકર્ષવા માંગે છે મોદી?

હવે સૌથી મોટો સવાલ છે કે મોદી પ્રવાસી ભારતીયોને કેમ આકર્ષવા માંગે છે? તેના ટીકાકારો કહે છે કે વડાપ્રધાન દુનિયામાં બ્રાન્ડ મોદીને સ્થાપિત કરવામાં લાગ્યા છે. દુનિયામાં મળી રહેલા સમર્થનથી એ સ્પષ્ટ છે કે પીએમ મોદીની સ્થિતિ ઘણી સારી છે. તેમની વિદેશ નીતિમાં આ સંબંધ સૌથી મહત્વપૂર્ણ કડી છે. તેથી તેઓએ વિદેશોમાં ભારતીય ઍમ્બેસીઓને કહ્યું છે કે તેઓ પ્રવાસીઓ સાથે જોડાયેલો મુદ્દાઓને પ્રમુખતાથી ધ્યાન આપે. મોદીને સ્પષ્ટ લાગે છે કે દેશના વિકાસ અને પોતાની ઇમેજ માટે પ્રવાસીઓની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ.

એવું નથી કે ભાજપને વિદેશોમાં પ્રવાસી ભારતીયોનું સમર્થન નથી. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં મોદી તેને વધુ આગળ લઈને ગયા છે. અમેરિકામાં ભારતીયોએ ઍકેડેમિક, બિઝનેસ, અમેરિકન સરકાર અને રાજનીતિમાં સારી પકડ બનાવી રાખી છે. અમેરિકામાં 30 લાખ ભારતીય છે. PEW research survey અનુસાર અમેરિકામાં ભારતીયોની વાર્ષિક આવક સરેરાશ 89,000 હજાર ડૉલર છે. બીજી તરફ, અમેરિકાના લોકોની આવક 50,000 ડૉલર પ્રતિ વર્ષ છે.

આમ જોઈએ તો કોંગ્રેસની તુલનામાં ભાજપ વિદેશોમાં વસેલા ભારતીયોનું સમર્થન પોતાના માટે વધુ મેળવતું રહ્યું છે. આ દિશામાં સંઘ પરિવારે દશકાઓથી કામ કર્યુ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો અમેરિકામાં પ્રવાસી ભારતીયો માટે 'ઍમ્બેસેડર એટ લાર્જ'ની નિયુક્તિની વાત કહી હતી, પરંતુ ત્યારે અમેરિકાએ તે વાતને એવું કહેતા નકારી દીધી હતી કે એક દેશમાં બે રાજદૂતની જરૂર નથી.

ભારતીય વિદેશ નીતિમાં પ્રવાસીઓને એક મહત્વપૂર્ણ ટૂલ રીતે ઉપયોગ કરવો મોટીની મોટી જીત રહી છે. ભાજપ ઘણા સમય પહેલાથી માનતું આવ્યું છે કે વિદેશોમાં વસેલો ભારતીય સમુદાય વિદેશ નીતિનો મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. તેના મુકાબલો કોંગ્રેસ આ દિશામાં પાછળ રહ્યું છે. તેમણે ક્યારેય આ મુદ્દાને એટલું મહત્વ નથી આપ્યું. ઉદારીકરણ બાદ એવું માનવામાં આવ્યું કે વેપાર, રોકાણ અને રાજકિય સંબંધોમાં પ્રવાસીઓનું મોટું યોગદાન છે. તેમની તાકાતો અંદાજો એ સમયે લગાવવામાં આવ્યો જ્યારે પોખરણ પરમાણુ પરિક્ષણ બાદ દુનિયાએ ભારત પર પ્રતિબંધ મૂકી દીધો. તે સમયે પ્રવાસી ભારતીયોએ દેશની ખૂબ મદદ કરી.

મોદીની પ્રવાસી ભારતીયોની નીતિના કારણે દુનિયાભરમાં ભારતની તસવીર વધુ ચમકદાર થઈ છે. મોદી માટે આ પ્રવાસી સંપત્તિ સમાન છે. હાઉડી મોદી કાર્યક્રમ તેને વધુ આગળ લઈ જવાની દિશાનો એક પ્રયાસ છે.

(લેખિકા રાજકીય વિશ્લેષક છે. આ તેમના અંગત વિચાર છે.)આ પણ વાંચો, મૅડિસન સ્ક્વૅરથી પણ વધુ મોટો અને ભવ્ય હશે 'Howdy Modi' કાર્યક્રમ

આ પણ વાંચો, હ્યૂસ્ટનમાં PM મોદી વ્હોરા સમુદાયને મળ્યાં, ગુજરાતીમાં કરી વાતો
First published:

Tags: Donald trump, Howdy Modi, અમેરિકા, નરેન્દ્ર મોદી, પીએમ મોદી