રશિયા પાસેથી હથિયાર ખરીદવા પર ભડક્યુ અમેરિકા, ભારતને આપી આવી ચેતવણી!

રશિયા પાસેથી હથિયાર ખરીદવા પર ભારતને અમેરિકાની ચેતવણી

 • Share this:
  અમેરિકા લાંબા સમયથી દબાણ કરી રહ્યું છે કે ભારત, રશિયા પાસેથી હથિયારો ન ખરીદો. રશિયન હથિયારોની ખરીદીના કિસ્સામાં ફરી એકવાર યુ.એસ.એ ભારતને ચેતવણી આપી છે. પેન્ટાગોનના ટોચના અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તેને અમેરિકા તરફથી વિશેષ સુવિધાની કોઇ ખાતરી નથી.

  પેન્ટાગોને ભારત પર દબાણ લાવવા માટે આ નિવેદન જારી કર્યું છે, જેથી મોદી સરકાર રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા અંગે વિચારે ન કરે. ખરેખર, વોશિંગ્ટન આ વાતને લઇને ચિંતામાં છે કે ભારત રશિયા પાસેથી લાંબા અંતરની હવાઇ ક્ષમતા રાખનારી મિસાઇલ વિરોધી પ્રાણાલી S-400 સહિત અન્ય હથિયારોની ખરીદી કરી રહ્યુ છે.  છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ સારો રહ્યો છે. પરંતુ રશિયા, ભારતનું જૂનુ સંબંધી રહ્યુ છે. પરંતુ જો રશિયા વિરુદ્ધ અમેરિકાના વર્તમાન નિયમો હેઠળ જો કોઇ દેશ રશિયા પાસેેથી સંરક્ષણ કે ગુપ્તચર વિભાગના ક્ષેત્રોમાં લેવડદેવડ કે સોદા કરે તો તે દેશને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

  પેન્ટાગોનમાં એશિયા અને પેસેફિક સુરક્ષા બાબતોના સહાયક મંત્રી રેન્ડલ સ્ટ્રીવરે જણાવ્યું છે કે હાલ એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે જાણે કે ભારતને અમેરિકા તરફથી છૂટછાટ મળી જ જશે, પરંતુ મારે કહેવું પડશે કે આ બધી વાતો એક રીતે ભ્રમિત કરનારી છે. હું એવું કહી શકું નહીં કે ભારતને છૂટ મળશે જ અને તેના માટે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવશે.
  Published by:Bhoomi Koyani
  First published: