Home /News /national-international /US Elections: અમેરિકન કૉંગ્રેસે બાઇડનને રાષ્ટ્રપ્રમુખ બનવા માટે લગાવી દીધી મહોર

US Elections: અમેરિકન કૉંગ્રેસે બાઇડનને રાષ્ટ્રપ્રમુખ બનવા માટે લગાવી દીધી મહોર

અમેરિકન કૉંગ્રેસે Electoral College કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા, કમલા હેરિસ પણ વિજેતા જાહેર

અમેરિકન કૉંગ્રેસે Electoral College કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા, કમલા હેરિસ પણ વિજેતા જાહેર

વોશિંગટનઃ અમેરિકન કૉંગ્રેસે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden)ની જીત પર બંધારણીય મહોર મારી દીધી છે. કૉંગ્રેસે Electoral College કાઉન્ટિંગમાં બાઇડનને વિજેતા જાહેર કર્યા છે. બાઇડન ઉપરાંત કમલા હૈરિસ (Kamala Harris)ને પણ ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ પહેલા સેનેટ અને કૉંગ્રેસે જ્યોર્જિયા, પેન્સિલ્વેનિયા, નેવાડા અને એરિઝોનાથી જોડાયેલા રિપબ્લિકન નેતાઓના કાઉન્ટિંગ રોકવા સંબંધિત પ્રસ્તાવોને વારા ફરથી ફગાવી દીધા હતા.

આ પહેલા ટ્રમ્પ (Donald Trump)ના સમર્થકોએ કેપિટલ હિલ બિલ્ડિંગ (Capitol Hill Building)માં ઘૂસીને કાઉન્ટિંગની પ્રક્રિયાને રોકવા માટે હિંસા કરી હતી જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. બાઇડનને વિજેતા જાહેર કરી ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું કે હવે સૌએ પોતાના કામ પર પરત લાગી જવું જોઈએ.

આ પણ વાંચો, US Violence: અમેરિકા હિંસા પર PM મોદીએ કહ્યુ- શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ સત્તાનું હસ્તાંતરણ

પેન્સિલ્વેનિયા અને એરિઝોનાથી ટ્રમ્પને આંચકો

પેન્સિલ્વેનિયામાં બાઇડનની જીત પર વાંધો ઉઠાવવા સામે અમેરિકાની સંસદના ઉપર ગૃહ સેનેટ 92-7ના બહુમતથી ફગાવી દીધું. સાંસદ હૉલમાં બોલવાનો સમય પૂરો થયા બાદ સેનેટ નેતા મિચ મેક્કોનલે આ મુદ્દે ચર્ચા બંધ કરી દીધી. મેક્કાનેલે કહ્યું કે, આજ રાત્રે ચૂંટણી પર કોઈ વધુ પડકારની આશા નથી. જોકે સાંસદો વાંધોઓ પર હજુ ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા એરિઝોના અંગે ઉઠાવવામાં આવેલો વાંધી પણ સંસદે ફગાવી દીધો હતો.

આ પણ વાંચો, અમેરિકા: હિંસા બાદ ઉપ રાષ્ટ્રપ્રમુખ પેન્સે કહ્યું- આ અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ

હિંસામાં મૃત્યુ પામેલી મહિલા પહેલા એરફોર્સમાં હતી
યૂએસ કેપિટલ હિલમાં થયેલી હિંસા દરમિયાન મૃત્યુ પામનારી મહિલાની સ્થાનિક પોલીસે ઓળખ કરી છે. મળતી માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ એશલી બૈબિટ હતું જે સૈન ડિએગોની રહેવાસી હતી. અમેરિકન મીડિયા મુજબ, એશલી યૂએર એરફોર્સમાં કામ કરી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસતી વખતે એશ્લીને ગોળી વાગી હતી. તે અન્ય તોફાનીઓની સાથે હતી. અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોકસ ન્યૂઝે એશલીની સાસુ સાથે વાત કરવાનો દાવો કર્યો છે. તેમના મુજબ, તે ટ્રમ્પની કટ્ટર સમર્થક હતી. ગોળી વાગ્યા બાદ એશ્લીને હૉસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું.
First published:

Tags: Donald trump, Joe biden, Kamala Harris