અમેરિકા: ઓસામા બિન લાદેનનો પત્ર આવ્યો સામે, 2010માં જો બાઈડન અંગે કરી હતી આ ભવિષ્યવાણી

ઓસમા બિન લાદેનની ફાઈલ તસવીર

અલકાયદાન ચીફ ઓસામા બિન લાદેન (Osama Bin Laden) દ્વારા 2010 લખવામાં આવેલો પત્ર સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો બાઈડન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 • Share this:
  વોશિંગ્ટન: અફઘાનિસ્તાન(Afghanistan)માંથી સૈનિકો પરત ખેંચાયા બાદ અને ત્યાં તાલિબાન(Taliban)ના કબજા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden)ની સતત ટીકા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનો આ નિર્ણય માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં, પણ અમેરિકા (america)માટે પણ નવું સંકટ લાવશે. દરમિયાન, એક અહેવાલમાં 2010 દરમિયાન અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનનો(Osama Bin Laden) લખેલો પત્ર સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પત્રમાં લાદેને બાઈડેનને રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કર્યો હતો. વળી, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, બાઈડેન પોતે અમેરિકા સામે ઘણી સમસ્યાઓ ઉભી કરશે. ઓસામા માનતા હતા કે, બાડેન એક અયોગ્ય રાષ્ટ્રપતિ સાબિત થશે.

  હકીકતમાં, 9/11 હુમલા બાદ અમેરિકાએ બિન લાદેન અને અલ કાયદાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. યુદ્ધ દરમિયાન, લાદેન ક્યારેય અમેરિકાના હાથમાં આવ્યો ન હતો. 10 વર્ષ પછી એટલે કે 2 મે 2011 ના રોજ અમેરિકાએ તેને પાકિસ્તાનના એબોટાબાદમાં શોધી કાઢ્યો અને ગુપ્ત લશ્કરી કાર્યવાહીમાં તેની હત્યા કરી હતી. મૃત્યું પહેલા 2010માં લાદેને શેખ મહમૂદ નામના માણસને 48 પાનાનો લાંબો પત્ર લખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્રમાં ઓસામાએ તેના સંગઠન અલ કાયદાને જો બિડેનને નિશાન ન બનાવવાની ચેતવણી આપી હતી. ઓસામા માનતો હતો કે, જો તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કંઈક થયું તો તેમના અનુગામી (જો બિડેન) અમેરિકાને ભારે મુશ્કેલીમાં મુકી દેશે.

  આ પણ વાંચો: તાલિબાનના સમર્થનમાં આવ્યા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈ, તાલિબાનો સાથે હાથ મિલાવ્યો

  મળતી માહિતી અનુસાર આ પત્ર પર મે 2010ની તારીખ લખવામાં આવી છે. આ પત્રમાં 9/11ના માસ્ટરમાઇન્ડ ઓસામાએ લખ્યું હતું કે, તેણે બિડેનને મારવા માટે કોઇપણ પ્રકારનું કાવતરું ઘડ્યું ન હતું, કારણ કે, તેનું માનવું હતું કે, બાઈડેન અમેરિકાને સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. બિન લાદેને 48 પાનાના પત્રના પેજ નંબર 36 પર લખ્યું હતું કે, તે હુમલો કરવા માટે બે ટુકડીઓ તૈયાર કરવા માગે છે. એક ટુકડી પાકિસ્તાનમાં અને એક અફઘાનિસ્તાનમાં હશે.
  Published by:kuldipsinh barot
  First published: