હવે મંગળ પર ઉડતુ નજર આવશે હેલિકોપ્ટર, જાણો ક્યારે થશે લોન્ચ

News18 Gujarati
Updated: May 12, 2018, 11:13 AM IST
હવે મંગળ પર ઉડતુ નજર આવશે હેલિકોપ્ટર, જાણો ક્યારે થશે લોન્ચ

  • Share this:
અમેરિકન સ્પેસ એજન્સી નાસા તેમના 2020 મિશન હેઠળ મંગળ પર મીની-હેલિકોપ્ટર મોકલશે. તેનો હેતુ પૃથ્વી પર નવીનતમ જનરેશનથી રોવર મુકવાનો લક્ષ્ય છે. આ પહેલીવખત બનશે જ્યારે કોઈ અન્ય ગ્રહ પર આ પ્રકારનું વિમાન મોકલવામાં આવશે. નાસાએ કહ્યું કે આ એક નાનું, માનવરહિત ડ્રૉન જેવું હેલિકોપ્ટર છે, જે લાલ ગ્રહની આપણી સમજને વધારે પ્રોત્સાહન આપી શકે છે. તેને 'મંગળ હેલિકોપ્ટર' તરીકે ઓળખવામાં આવશે.

બોલ જેવું હશે વિમાન
તેનું વજન લગભગ ચાર પાઉન્ડ એટલે કે 1.8 કિલોગ્રામથી ઓછું હશે. નાસા અનુસાર આ વિમાનની રચના એક બોલ જેવી હશે. તેના બ્લેડ લગભગ 3,000 આરપીએમ ઝડપની ગતિથી ઘુમશે, જે પૃથ્વી પર ચાલી રહેલ હેલિકોપ્ટરની સરખામણીમાં 10 ગણા ઝડપી છે.

જુલાઈ 2020માં લોન્ચ કરવાની યોજના
નાસાના અધિકારીઓએ જણાવ્યું હતું કે,રોટરક્રાફ્ટ લાલ ગ્રહની સપાટી પર એક ગાડી આકારનું યાન સાથે જશે.હેલિકોપ્ટરની સપાટી પર છોડ્યા બાદ યાન સલામતીની સૂચનાઓ આપશે.  નાસાએ કહ્યું કે પૃથ્વી પર નિયંત્રક આ હેલિકોપ્ટરને ત્યારે મંગળ પર રવાના કરાશે, જ્યારે તેની બેટરીઓ ચાર્જ થશે અને પરીક્ષણ પૂર્ણ થશે. 2020 મંગળ મિશન હેઠળ તેને જુલાઈ 2020માં લોન્ચ કરવાની યોજના છે અને ફેબ્રુઆરી 2021 સુધી સ્થાપિત થવાની આશા છે.
First published: May 12, 2018, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading