Home /News /national-international /NASA New Planet: શું બ્રહ્માંડમાંથી બીજી પૃથ્વી મળી? NASAએ પાણી હોય તેવો ગ્રહ શોધ્યો, શું ત્યાં માણસો રહી શકશે? જાણો માહિતી

NASA New Planet: શું બ્રહ્માંડમાંથી બીજી પૃથ્વી મળી? NASAએ પાણી હોય તેવો ગ્રહ શોધ્યો, શું ત્યાં માણસો રહી શકશે? જાણો માહિતી

નાસાએ નવો ગ્રહ શોધ્યો

NASA New Planet: તે એક ખડકાળ ગ્રહ છે, જેનું કદ પૃથ્વીના 95 ટકા જેટલું છે. તે પૃથ્વી કરતાં માત્ર 5 ટકા નાનો છે, જે M દ્વાર્ફ સ્ટાર TOI 700ની પરિક્રમા કરતી વખતે શોધવામાં આવ્યો છે.

    વોશિંગ્ટનઃ NASAએ પૃથ્વી (NASA New Planet) જેવો જ એક ગ્રહ શોધી કાઢ્યો છે. તે લગભગ 100 પ્રકાશવર્ષ દૂર એક નાના તારાની આસપાસ ફરે છે. આ નવા ગ્રહનું નામ TOI 700 e છે. તે એક ખડકાળ ગ્રહ છે. તેનું કદ પૃથ્વીના 95 ટકા જેટલું છે. તે પૃથ્વી કરતાં માત્ર 5 ટકા નાનો છે, જે M દ્વાર્ફ સ્ટાર TOI 700ની પરિક્રમા કરતી વખતે શોધી કાઢવામાં આવ્યો છે.

    નવા ગ્રહનું નામ જાહેર કરવામાં આવ્યું


    ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2020માં નાસાએ એક ગ્રહની શોધ કરી હતી. જેનું નામ TOI 700 d હતું. તે પૃથ્વી જેવો જ હતો. આ ગ્રહ તારાથી એટલો દૂર છે કે તેના પર પાણી હોય તેવી શક્યતા છે. જો આ ગ્રહો પર પાણી છે, તો તેના પર જીવન પણ શક્ય છે. મંગળવારે ચોથા ગ્રહની શોધ અંગેની જાહેરાત અમેરિકાના સિએટલમાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની 241મી બેઠકમાં કરવામાં આવી છે.


    આ સિસ્ટમનું ફોલોઅપ લેવાશે


    ખગોળશાસ્ત્રીઓએ અગાઉ આ સિસ્ટમમાં TOI 700 b, c અને d નામના ત્રણ ગ્રહોની શોધ કરી હતી. આ ગ્રહની શોધ અંગેનો અભ્યાસ ધ એસ્ટ્રોફિઝિક જર્નલ લેટર્સ દ્વારા પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના પાસડોનામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં અભ્યાસના મુખ્ય લેખક એમિલી ગિલ્બર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ કેટલાક નાના અને રહેવાલાયક ગ્રહોની સિસ્ટમમાંથી એક છે. જેને આપણે જાણીએ છીએ. આ શોધ પછી હવે TOI 700 સિસ્ટમનું હજું ફોલોઅપ લેવામાં આવશે. પ્લેનેટ ઇ, પ્લેનેટ ડીથી અંદાજે 10 ટકા નાનો છે.’

    TOI 700 જેવા નાના શાંત M તારાઓ બ્રહ્માંડમાં સામાન્ય છે. તાજેતરના વર્ષોમાં આવા ઘણાં તારાઓ મળી આવ્યા છે. TOI 700ની સૌથી નજીકનો ગ્રહ TOI 700 B છે, જે પૃથ્વીના કદના 90 ટકા જેટલો છે. તે પૃથ્વીના 10 દિવસમાં તારાનો એક રાઉન્ડ પૂર્ણ કરે છે. આ પછી TOI 700 C આપણા ગ્રહ કરતાં અઢી ગણો મોટો છે. તે 16 દિવસમાં તારાની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Nasa, Nasa study, Nasa નાસા, New Planets, New Research

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन