અમેરિકા: બે બિલ્ડીંગ વચ્ચે માત્ર 8 ઇંચની પાતળી જગ્યામાં ફસાઈ નિર્વસ્ત્ર મહિલા, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

મહિલા આઠ ઈંચની પાતળી જગ્યામાં ફસાઈ ગઈ

બંને દિવાલ વચ્ચેનું અંતર માત્ર 8 ઇંચનું હતું. આ ગેપમાંથી જ એક જોરથી અવાજ આવી રહ્યો હતો. તેમ છતાં કોઈ એ સમજી શક્યું ન હતું કે સ્ત્રી 8 ઇંચની જગ્યામાં કેવી રીતે પ્રવેશ કરી ગઈ હશે?

  • Share this:
    કેલિફોર્નિયા : અમેરિકા (America)ના કેલિફોર્નિયા (California) ના સેન્ટા એનામાં એક મહિલા આઠ ઇંચ-પાતળી જગ્યામાં ફસાઈ ગઈ, અને તેનું ત્યાંથી બહાર નીકળવું અશક્ય હતું. જ્યારે લોકોએ એક મહિલાનો મદદ માટે બુમો પાડતો અવાજ બે બિલ્ડિંગની દિવાલ વચ્ચે સાંભળ્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને બચાવવા બચાવ કામગીરી શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે, અમેરિકાના કેલિફોર્નિયામાં બે બિલ્ડિંગની વચ્ચે માત્ર 8 ઇંચ પાતળી જગ્યામાં ફસાયેલી એક મહિલાને બચાવ કામદારોએ બચાવી લીધી હતી. જોકે બે કલાકની મહેનત બાદ મહિલાને બચાવકર્તાઓએ સલામત રીતે બહાર કાઢી હતી, આ ઘટના સમયે મહિલા નિર્વસ્ત્ર હતી.

    સાન્તા આનામાં ઓરેંજ કાઉન્ટી ફાયર ઓથોરિટી (OCFA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેઓને બપોરે 2 વાગ્યે આ ઘટના વિશે માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમને કહેવામાં આવ્યું હતું કે, દિવાલની અંદરથી એક મહિલાનો અવાજ આવી રહ્યો છે. જ્યારે ઓસીએફએ દિવાલમાં એક કાંણુ પાડી જોયું, તો તેઓ પણ ચોંકી ગયા. બંને દિવાલ વચ્ચેનું અંતર માત્ર 8 ઇંચનું હતું. આ ગેપમાંથી જ એક જોરથી અવાજ આવી રહ્યો હતો. તેમ છતાં કોઈ એ સમજી શક્યું ન હતું કે સ્ત્રી 8 ઇંચની જગ્યામાં કેવી રીતે પ્રવેશ કરી ગઈ હશે?



    રેસ્ક્યૂ ટીમના સભ્યોએ કહ્યું કે, મહિલાને બહાર કાઢવા માટે બિલ્ડિંગની દિવાલનો મોટો ભાગ તોડી નાખવો પડ્યો હતો, ત્યારે તે બહાર આવી શકી હતી. મહિલા કેવી રીતે ત્યાં પહોંચી તેની વિગતો હજી બહાર આવી નથી. ફાયર ઓથોરિટી દ્વારા બચાવ કામગીરીનો વીડિયો ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, બે કલાકની જહેમત બાદ મહિલાને કેવી રીતે બહાર કાઢી શકાઈ.



    મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે, જોકે તે કેવી રીતે ફસાઈ તે રહસ્ય હજી અકબંધ છે. પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા છે. ઓસીએફએના કેપ્ટન થાન ન્ગ્યુએને કહ્યું કે, તે હમણાં આપણા બધા માટે રહસ્ય છે કે, તે મહિલા કેવી રીતે ત્યાં ફસાઈ ગઈ. તેમણે કહ્યું કે આ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે, સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published: