America Mass Shooting: અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગના કારણે ફરી સનસનાટી ફેલાઈ ગઈ છે. શનિવારે મોડી રાત્રે લોસ એન્જલસ નજીક બેવર્લી ક્રેસ્ટમાં ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.
બેવર્લી ક્રેસ્ટ (અમેરિકા): અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે સવારે ફાયરિંગ થયાની એક નવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ માહિતી આપી છે. લોસ એન્જેલસ પોલીસ વિભાગના સાર્જન્ટ ફ્રેન્ક પ્રિસિયાડોએ લોસ એન્જેલસ નજીક બેવર્લી ક્રેસ્ટમાં લગભગ 2:30 વાગ્યાની આસપાસ ગોળીબાર થયાની પુષ્ટિ કરી હતી.
ગોળીબારમાં ત્રણ લોકોના મોત
સાર્જન્ટે જણાવ્યું કે, 7 લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાંથી ચાર બહાર હતા. જ્યારે માર્યા ગયેલા ત્રણ લોકો વાહનમાં સવાર હતા. હુમલાનો ભોગ બનેલા લોકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તે જ સમયે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાર્જન્ટ ફ્રેન્ક પ્રેસીઆડોએ કહ્યું કે, તેમની પાસે ગોળીબારના હેતુ વિશે કોઈ માહિતી નથી અને તેઓ એ પણ નથી જાણતા કે, આ ઘટના નિવાસસ્થાનની અંદર થઈ હતી કે બહાર ની હતી. મહત્વપૂર્ણ છે કે, આ મહિનામાં કેલિફોર્નિયામાં ગોળીબારની આ ચોથી ઘટના છે.
ગન વાયોલન્સ રેકોર્ડ પ્રમાણે વર્ષ 2022માં સતત ત્રીજા વર્ષે અમેરિકામાં ગોળીબારની લગભગ 600 ઘટનાઓ નોંધાઈ છે. આ દરેક ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર