Home /News /national-international /અમેરિકા પાકિસ્તાન માટે સતત વરસાવી રહ્યું છે પ્રેમ, POKને કહ્યું આઝાદ કાશ્મીર

અમેરિકા પાકિસ્તાન માટે સતત વરસાવી રહ્યું છે પ્રેમ, POKને કહ્યું આઝાદ કાશ્મીર

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા સતત વધી રહી છે.

ભારતને પોતાનું મિત્ર ગણાવનાર અમેરિકા હાલ સતત પોતાની નજીકતા પાકિસ્તાન સાથે વધારી રહ્યું છે. તેનું તાજેતરનું ઉદાહરણ અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમનો પીઓકે પ્રવાસ છે. પાકિસ્તાનમાં આવેલી યુએસ એમ્બેસીના એક ટ્વિટે ભારત સુધી હલચ મચાવી દીધી છે. ટ્વિટમાં પીઓેકેને આઝાદ કાશ્મીર કહીને સંબોધવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    ઈસ્લામાબાદઃ ભારતને પોતાનું મિત્ર ગણાવનાર અમેરિકા હાલ સતત પોતાની નજીકતા પાકિસ્તાન સાથે વધારી રહ્યું છે. તેનું તાજેતરનું ઉદાહરણ અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમનો પીઓકે પ્રવાસ છે. પાકિસ્તાનમાં આવેલી યુએસ એમ્બેસીના એક ટ્વિટે ભારત સુધી હલચ મચાવી દીધી છે. ટ્વિટમાં પીઓેકેને આઝાદ કાશ્મીર કહીને સંબોધવામાં આવ્યું છે.

    રાજદૂત ડોનાલ્ડ બ્લોમે ડાક બંગલાની મુલાકાત લીધી

    અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમે ત્રણ ઓક્ટોબરે પીઓકે ક્ષેત્રની મુલાકાત કરી હતી. આ દરમિયાન તે પીઓકેના મુજ્જફરાબાદમાં આવેલા અને મોહમ્મદ અલી ઝીણાના યાદમાં બનેલા ડાક બંગલા ખાતે પહોંચ્યા હતા. ડોનાલ્ડ બ્લોમની યાત્રાને લઈને યુએસ એમ્બેસીએ ઈસ્લામાબાદ તરફથી ટ્વિટ પણ કર્યું, જેમાં પીઓકેને આઝાદ કાશ્મીરમાં ગણવામાં આવ્યું.

    ભારતના પૂર્વ વિદેશી સચિવે આપી પ્રતિક્રિયા

    ભારતના પૂર્વ વિદેશી સચિવ કંવલ સિબ્બલે પીઓેકેને આઝાદ કાશ્મીર કહેવા પર ટ્વિટ કરતા પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભારત ઘણી વખત કહી ચુક્યું છે કે પીઓકે ભારતનું ક્ષેત્ર છે અને અમે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો વિરોધ કરીએ છીએ, કારણ કે તે અમારી સાર્વભોમત્વની વાતને નુકસાન પહોંચાડે છે અને આ વાત અમેરિકાને પણ ખ્યાલ છે.



    પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતનું નિવેદન

    પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે કહ્યું કે આપણા માટે વિચારવાની વાત છે કે અમેરિકાના રાજદૂતે પીઓકેને આઝાદ કાશ્મીર શાં માટે કહ્યું. કાશ્મીર મામલામાં અમેરિકા હમેશાંથી વચ્ચેની સ્થિતિમાં જ રહ્યું છે અને હમેશા ભારત અધિકૃત કાશ્મીરને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહીને કાશ્મીરના બંને વિસ્તારને સંબોધિત કરતું આવ્યું છે.



    શાહબાજ શરીફ સરકારની સાથે વધી રહી છે અમેરિકાની નજીકતા

    છેલ્લા થોડાદિવસની વાત કરીએ તો પાકિસ્તાન અને અમેરિકાની નજીકતા સતત વધી રહી છે. અમેરિકા તરફથી પાકિસ્તાનને એફ-16 ફાઈટર જેટની મરામત માટે 450 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી. ભારતે જ્યારે આ બાબતે વાંધો વ્યક્ત કર્યો તો અમેરિકાએ કહ્યું હતું કે આ મદદમાં કોઈ નવા હથિયાર કે તાકાત સામેલ નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: American defense department, Joe biden, United states of america

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन