ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ

News18 Gujarati
Updated: July 12, 2020, 8:10 AM IST
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ
અમેરિકામાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્સ માટે આશાનું કિરણ, નવી ગાઇડલાઇન્સ લાગુ થઈ તો પડી શકે છે મુશ્કેલી

અમેરિકામાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્સ માટે આશાનું કિરણ, નવી ગાઇડલાઇન્સ લાગુ થઈ તો પડી શકે છે મુશ્કેલી

  • Share this:
વોશિંગટનઃ હાવર્ડ યુનિવર્સિટી (Harvard University) અને મૈસાચુસેટ્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Massachusetts Institute of Technology) બાદ હવે જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ પણ ટ્રમ્પ પ્રશાસન પર કેસ નોંધાવી દીધો છે. જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University)એ વિદેશી સ્ટુડન્ટ્સના યુનિવર્સિટીઓ દ્વારા તેમના ક્લાસને માત્ર ઓનલાઇન ક્લાસમાં ફેરવી દેવાના કારણે તેમને અમેરિકામાં રોકાવાને લઈ જોડાયેલી નવી ગાઇડલાઇન્સને લઈ હોમલેન્ડ સુરક્ષા વિભાગ અને ફેડરલ ઇમીગ્રેશન એજન્સી પર કેસ દાખલ કરી દીધો છે.

ઇમીગ્રેશન અધિકારીઓ દ્વારા સોમવારે જાહેર નવી ગાઇડલાઇન્સ મુજબ જો આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને તેમની યુનિવર્સિટી આગામી સેમેસ્ટરમાં સંપૂર્ણપણે ઓનલાઇન ક્લાસ પ્રદાન કરે છે તો સ્ટુડન્ટ્સને અમેરિકા છોડવા કે કોઈ અન્ય કોલેજમાં સ્થળાંતરિત કરવા માટે મજબૂર કરવામાં આવશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં ભણતા ભારતીય સ્ટુડન્સ્અને સૌથી વધુ અસર પડી શકે છે. હવે અનેક યુનિવર્સિટી કોર્ટનો આશરો લઈ રહી છે તેથી તેમને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો, અમિતાભ બચ્ચને કોરોનાના ડરની વચ્ચે સંભળાવી હતી આશાવાદી કવિતા, હવે થઈ રહી છે વાયરલ

બાલ્ટીમોર ખાનગી સંસ્થાએ શુક્રવારે કોલમ્બિયાની એક જિલ્લાની ફેડરલ કોર્ટમાં અમેરિકાન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમસ ઇન્ફોર્સમેન્ટ (U.S. Immigration and Customs Enforcement)ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેની પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે એજન્સીના નિર્ણયે આગામી સેમેસ્ટર માટે યુનિવર્સિટીના પ્લાનને ફરીથી શરૂ કરવા જેવું છે.

આ પણ વાંચો, પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ

ICEએ સોમવારે જાહેર કરેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું હતું કે, અમેરિકન વિદેશ મંત્રાલય એ સ્ટુડન્ટ્સ માટે વીઝા ઇસ્યૂ નહીં કરે જેમની સ્કૂલ કે પાઠ્યક્રમ વિન્ટર સેમેસ્ટરમાં સંપૂર્ણપણે ઓનલાઇન ક્લાસ આયોજિત કરી રહી છે અને ICE આ સ્ટુડન્ટ્સને અમેરિકામાં પ્રવેશ માટેની મંજૂરી પણ નહીં આપે. આ સેમેસ્ટરનો અભ્યાસ સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે થાય છે. અમેરિકાના પ્રમુખ શિક્ષાવિદો અને સાંસદોએ આ નિર્ણયની ઘણી ટીકા પણ કરી છે.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading