Home /News /national-international /25 હજાર સૈનિકોની સુરક્ષા વચ્ચે USના 46મા રાષ્ટ્રપ્રમુખની શપથ લેશે જો બાઇડન

25 હજાર સૈનિકોની સુરક્ષા વચ્ચે USના 46મા રાષ્ટ્રપ્રમુખની શપથ લેશે જો બાઇડન

Joe Biden Oath Ceremony: જો બાઇડન પોતાના પરિવારની 127 વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે

Joe Biden Oath Ceremony: જો બાઇડન પોતાના પરિવારની 127 વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે

વોશિંગટનઃ જો બાઇડન (Joe Biden) બુધવારે અમેરિકા (America)ના 46મા રાષ્ટ્રપ્રમુખ જ્યારે કમલા હૈરિસ (Kamala Harris) ઉપરાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટલ હિલ (સંસદ ભવન પરિસર) પર થોડા સમય પહેલા થયેલા હુમલા બાદ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષાની વધતી ચિંતાઓની વચ્ચે બુધવારે બાઇડન અને હૈરિસ શપથ ગ્રહણ કરશે. મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સ 12 વાગતતા જ (સ્થાનિક સમય મુજબ) કેપિટલના વેસ્ટ ફ્રન્ટમાં બાઇડનને પદના શપથ અપાવશે. શપથ ગ્રહણનું આ પારંપરિક સ્થળ છે જ્યાં નેશનલ ગાર્ડ્સના 25 હજારથી વધુ જવાન સુરક્ષામાં તૈનાત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સમર્થકોના હિંસક પ્રદર્શનને જોતાં આ સ્થળને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

બાઇડન (78) પોતાના પરિવારની 127 વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે. આ દરમિયાન તેમની પત્ની જિલ બાઇડન પોતાના હાથમાં બાઇબલ લઈને ઊભી રહેશે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના રાષ્ર્ પ્રમુખ બનવા જઈ રહેલા બાઇડન શપથ ગ્રહણના તરત બાદ રાષ્ર્્પ્રમુખ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિનય રેડ્ડીએ તૈયાર કરી રહ્યા છે, જે એકતા અને સૌહાર્દ પર આધારિત હશે.

આ પણ વાંચો, કયા-કયા લોકો બિલકુલ ન લે કોવેક્સીનનો ડોઝ, ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટશીટ

કમલા હૈરિસ (56) પહેલી મહિલા, પહેલી અશ્વેત અને પહેલી દક્ષિણ એશિયન અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ બનીને ઈતિહાસ રચશે. તેમને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન સભ્ય ન્યાયમૂર્તિ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે. સોટોમેયરે બાઇડનને 2013માં ઉપરાષ્ટ્રપ્રમુખના શપથ અપાવ્યા હતા. તેઓ બે બાઇબલને લઈને શપથ લેશે જેમાં એક નજીકના મિત્ર રેગિના શેલ્ટનની હશે અને બીજી દેશના પહેલા આફ્રિકન મૂળના અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ થુરગૂડ માર્શલની હશે.

આ પણ વાંચો, ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો તોડવા પડશે મોંઘાં, ભરવું પડી શકે છે વધુ Insurance પ્રીમિયમ

ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણમાં નહીં થાય સામેલ

સત્તા હસ્તાંતરણને લઈને ઊભો થયેલા વિવાદને કારણે આ વર્ષ યાદ રાખવામાં આવશે. ચૂંટણી બાદ સામાન્ય રીતે આ પ્રક્રિયા શરુ થઈ જતી હોય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 3 નવેમ્બર 2020ના રોજ ચૂંટણી પરિણામોને અસ્વીકાર કર્યા બાદ તે અનેક સપ્તાહ બાદ શરૂ થયું છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શપથ ગ્રહણમાં સામેલ નહીં થાય. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ જશે જે દરમિયાન ગાયિકા-નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે અને અમાન્ડા ગોરમેન આ અવસરે લખેલી એક ખાસ કવિતા રજૂ કરશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લોપેઝ પણ આ દરમિયાન પ્રસ્તુતી આપશે.
First published:

Tags: Donald trump, Jo Biden, Kamala Harris, અમેરિકા